21-મી સદી ના ભારત ના યુવાનો અંધશ્રદ્ધા માં ડૂબેલા! વધુ પૈસા કમાવવાની લાલચ માં યુવાને લીધી જીવતા સમાધિ પરંતુ જુઓ વિડીયો.
આપણો ભારત દેશ શ્રદ્ધા અને આસ્થાનો દેશ છે આપણા ભારત દેશમાં વસતા દરેક લોકો પોતપોતાનો ધર્મ પાળે છે પરંતુ ભારત દેશમાં કેટલાક લોકો એવા પણ છે કે જે અંધશ્રદ્ધામાં માને છે ખાસ કરીને ગામડામાં વસતા લોકો અંધશ્રદ્ધામાં માને છે એવી જ એક ઘટના હાલ ઉન્નાવ વિસ્તારમાંથી સામે આવી છે જેમાં એક યુવકે વધુ પૈસા કમાવવાની લાલચમાં જીવતા જીવતા સમાધિ લેવા છ ફૂટ ઊંડા ખાડામાં ગયો હતો.
આ બાબતે વધુ વિગતે જાણીએ તો આ બનાવ ઉન્નાવ ના આસીવન પોલીસ ક્ષેત્ર ના તાજપુર ગામ માં બનેલો છે જાણવા મળ્યું કે શુભમ ગોસ્વામી કે જે ગામની બહાર ચાર પાંચ વર્ષથી એક જુપડીમાં રહેતો હતો. તે ગામમાં રહેલા બે પૂજારી કે જેના નામ મુન્નાલાલ અને શિવકેશ દીક્ષિત છે તેના સંપર્કમાં આવ્યો હતો.
આ પૂજારીઓએ તેને કહ્યું કે નવરાત્રીના દિવસમાં જોતું જીવતા સમાધિ લઈ લઈશ તો તને વધુ પૈસા મળી શકશે અને પૈસા કમાવાની લાલચમાં શુભમ નામના વ્યક્તિએ જીવતા સમાધિ લેવાનું વિચાર્યું અને તેમાં શુભમના પિતા વિનીત પણ સામેલ હતા જાણવા મળ્યું કે શુભમ ના પિતા વિનીત પૂજારી મુન્નાલાલ અને શિવકેશ દ્વારા ૬ ft ઊંડો ખાડો ખોદવામાં આવ્યો. જેમાં શુભમને સમાધિ માટે બેસાડવામાં આવ્યો હતો.
उन्नाव में आस्था के नाम पर खिलवाड़ करना महंगा पड़ गया । आसीवन थाना पुलिस ने कार्रवाई करते हुए खिलवाड़ करने वालों को धर दबोचा । pic.twitter.com/i6bVC7h4UN
— ANUJ GUPTA (@HatkeJhatke) September 28, 2022
આ વાતની જાણ ગામના લોકોને થતા ગામના લોકોએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે આવીને આ ચારેય વ્યક્તિઓની ધરપકડ કરી હતી જ્યારે પોલીસે શુભમને ખાડામાંથી બહાર નીકળવા કહ્યું ત્યારે તે ખાડામાંથી બહાર નીકળવા તૈયાર ન હતો. ત્યારે પોલીસે કહ્યું કે બહાર નીકળો શુભમ તુમ્હે ઇતના તગડા સાધુ બનાયેગે કી જિંદગીભર યાદ રખોગે અને ત્યારબાદ શુભમ બહાર નીકળ્યો હતો.
શુભમે જ્યાં સમાધિ લીધી હતી ત્યાં છ ફૂટ ખાડાને ઢાંકવા માટે વાંસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની ઉપર ધૂળ પાથરી દેવામાં આવી હતી અને ત્યાંથી ઘણો બધો સામાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આ બાબતે પોલીસે તમામ સામે કાર્યવાહી કરવા ગુનો નોંધ્યો હતો. આમ આવી અંધશ્રદ્ધા આપણા ભારતમાંથી અવારનવાર સામે આવતી હોય છે અને લાલચમાં ને લાલચમાં લોકો કંઈક માંથી કંઈક કરી બેસતા હોય છે. આ બાબતનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!