ભાવનગરના યુવકે ઝેરી દવા ઘટઘટાવી કરી લીધી આત્મહત્યા!! આત્મહત્યાનું એવુ કારણ સામે આવ્યું કે જાણી તમે ધ્રુજી જશો….
હાલમાં આત્મહત્યા ના કિસ્સાઓ બહુ જ મોટા પ્રમાણમાં વધતાં જોવા મળે છે. લોકો નાની નાની વાતોના આધારે જીવન ટુકવી લેતા હોય છે. હાલમાં નાનાં ગામડાથી લઈને મોટા શહેરો માં પણ લોકો આત્મહત્યા કરીને મૃત્યુ પામતા હોય છે. હાલમાં એવો જ એક ગમગીન કિસ્સો જોવા મળ્યો છે જેમાં ભાવનગર માં રહેતા એક યુવાને ઝેરી દવા પિય ને મોત ને વહાલ કર્યો છે.
સામે આવી રહ્યું છે કે યુવક નો પ્રેમ સબંધ માં હોવાથી તેની સગાઈ તે યુવતી સાથે ના થવાના કારણે તેને આ ગંભીર પગલુ ભર્યું હતું. આ સાથે જ યુવક એ આત્મહત્યા કરતાં પહેલા એક વિડીયો પણ બનાવ્યો હતો જેમાં તેને 3 -4 વ્યક્તિ પર ગંભીર આરોપ લગાવયા નું સામે આવ્યું છે. ભાવનગર જિલ્લાના અધેલાઈ વિસ્તારમાં રહેતા રોશનભાઈ દિનેશભાઇ તલાવિયા એક યુવતી સાથે સબંધ ધરાવતો હતો .
અને એકવાર અગાઉ પણ તે યુવતી પોતાના ઘરેથી ભાગીને રોશન ના ઘરે રહેવા માટે જતી રહી હતી. જેના પછી યુવતી ના પિતાએ તે બંને ની સગાઈ કરી આપશે એવું કહીને તેને ઘરે પરત લઈ આવ્યા હતા. પરંતુ યુવતી ના ઘરે આવતા જ તેના પિતા પોતાની વાત થી ફરી ગ્યાં હતા ને યુવતી ના પિતાએ સગાઈ કરવાની ના પાડી દીધી હતી. આ વાત ની જાણ થતાં જ રોશન તે યુવતી ના ઘર પાસે આવી ગયો હતો
અને આ વાત નું લાગી આવતા રોશન એ યુવતી ના ઘરની સામે જ ઝેરી દવા પી લીધી હતી અને મોત ને ભેટયો હતો. અને આ પગલું ભરતા પહેલા રોશન એ એક વિડીયો પણ બનાવ્યો હતો જેમાં તેને આ પગલું પાછળ જવાબદાર 2 થી 3 લોકોના નામ પણ જણાવ્યા છે. આ ઘટના બનતા જ રોશન ને સારવાર માટે ભાવનગર ની સર્ટિ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન જ દુખદ અવસાન થયું હતું.