ઘોર કળયુગ! લોક સેવક અને કલાકાર એવા ખજૂર ભાઈના ઘરમાં ચોરી આ મોંઘી વસ્તુ ચોરો લઇ ગ્યા.
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે જીવનમાં પૈસા ઘણા જરૂરી છે. આ માટે મહેનત કરી ને પૈસા કમાવવા જોઈએ. પરંતુ અમુક લોકોને પૈસા માટે મહેનત કરવી પસંદ નથી અને તેઓ બીજામાં પાસા પર નજર રાખે છે અને પોતાના પૈસાની ભૂખ સંતોષવા માટે અન્ય લોકોના પૈસા ને ચોરે છે. આ બાબત ઘણી દુઃખદ છે. અને સમાજ માટે ખતરા સમાન પણ છે.
હાલમાં ફરી એક વખત આવો બનાવ સામે આવ્યો છે. આપણે સૌ ખજૂર ભાઈ એટલે કે નીતિન જાની ને ઓળખીએ છીએ. તેઓ પોતાના કોમેડી વિડિઓ માટે ઘણા જાણીતા છે. આજે નાનામાં નાના બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ પણ તેમણે ઓળખે છે. જો કે છેલ્લા ઘણા સમયથી તેઓ પોતાના સમાજ સેવાના કાર્ય ને લઈને પણ ઘણા જાણીતા બન્યા છે.
આપણે સૌ જાણીએ છિએ કે થોડા સમય પહેલા રાજય માં આવેલા તાઉતૈ વાવાઝોડા અને ત્યાર બાદ આવેલા કોરોના ના કારણે અનેક લોકો બેહાલ બન્યા હતા. જ્યાં એક તરફ વાવાઝોડા ના કારણે લોકો ના ઘર તૂટી ગ્યા હતા તો બીજી તરફ કોરોના ને કારણે લોકોને ઘણી આર્થિક મુશ્કેલીઓ નો પણ સામનો કરવો પડ્યો હતો.
આ સમયે ખજૂર ભાઈ સાચા અર્થમાં માનવ સેવાના રૂપમાં આવી ને લોકો ને તેમના ઘર બનાવવા અને અનેક લોકોને આર્થિક મદદ આપી ને માનવતા નું સાચું ઉદાહરણ પૂરું પડ્યું છે. તેમના કામના વખાણ ચારે બાજુ થઈ રહ્યા છે માટે જ લોકો ખજૂર ભાઈ ને ગુજરાતના સોનુ સૂદ તરીકે ઓળખે છે. પરંતુ આ સમય માં ચોરોએ આવા સમાજ સેવક ના ઘર ને પણ નાં છોડયુ અને તેમના ઘરમાં ચોરી કરી.
જણાવી દઈએ કે આ ચોરી ખજૂર ભાઈ ના બારડોલીના અસ્તાન ગામમા આવેલ વિધિ સોસાયટીના ઘર માં કરવામાં આવી છે આ ઘર છેલ્લા થોડા સમયથી બંધ હતું જેનો લાભ ચોરોએ ઉઠાવ્યો અને ઘરમાં ઘૂસી ને સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. પરંતુ ઘરની અંદર કોઈ કિમતી વસ્તુ નાં મળતા તેઓ ઘરમાં રહેલા એલઇડી ટીવીની ચોરી કરી ગયા હતા.