India

આ બે મોનિટર લીઝાર્ડ ઘો રસ્તા વચ્ચે જે કામ કરી રહી હતી તે જોઈને તમારા રુવાટા બેઠા થઈ જશે જુઓ વિડિયો

Spread the love

આપણે આપણા જીવનમાં ક્યારેક રોડ રસ્તા ઉપર બે ટોળાઓ અથવા તો બે યુવાનો બાધતા અથડાતા એકબીજા પર હુમલો કરતા જોયા હશે. આવા અનેક વિડીયો આપણે સોશિયલ મીડિયા પર પણ જોયા હશે. આપણે એવા સમાજમાં રહીએ છીએ કે જ્યાં યુવાનો અને યુવતીઓમાં એકબીજા પ્રત્યે ખાસ આકર્ષણ હોય છે. અને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ થઈ રહેલા હોય છે. આપણા મનુષ્યમાં તો એવું હોય છે કે યુવાનો કોઈ રસ્તા પર એકબીજાને પ્રેમ દર્શાવી શકતા હોતા નથી.

પરંતુ પ્રાણી જાત એવી છે કે તે લોકોને શું રસ્તો શું જંગલ એવી કઈ જ ખબર પડતી હોતી નથી. એવો જ એક મોનિટર લિઝાર્ડ નો વિડીયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે બે મોનિટર લિઝાર્ડ રસ્તા વચ્ચે એકબીજાની સાથે અલિંગન કરી રહ્યા છે. આ બે મોનિટર લિઝાર્ડ આલિંગન કરવામાં એટલી મશગુલ હતી કે તે રસ્તાની વચ્ચે થી હટવા પણ તૈયાર હતી નહીં.

આ મોનિટરને જોતા આપણે પણ પ્રાથમિક અવસ્થામાં તો બીક લાગવા લાગે કારણ કે આનું કદ જોઈને જ આપણે હચમચી જઈએ છીએ. વીડિયોમાં જોઈ શકાય છે તેમ બે મોનિટર લિઝાર્ડ એકબીજા સાથે રસ્તા વચ્ચે અલિંગન કરી રહ્યા છે. એટલે કે એકબીજા સાથે પ્રેમ વરસાવી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક ગાડી ચાલક આ બંનેનો વિડીયો ઉતારી રહ્યો છે. અને આજુબાજુમાં ઘણો બધો ટ્રાફિક જામ થઈ રહ્યો છે. પરંતુ આ મનુષ્ય જાત ન હોવાથી તેને એવો કોઈ ફેર પડતો હતો નથી.

 

View this post on Instagram

 

A post shared by NowThis (@nowthisnews)

આ વીડિયોને instagram એકાઉન્ટ નાવ ધીસ ન્યુઝ સાઈટ ઉપર શેર કરવામાં આવેલો છે. આ વીડિયો શેર કરનાર કોર્ટ થાન ટપન કહ્યું કે આવું અલિંગન મે ક્યારેય જોયું નથી. પરંતુ તેને કહ્યું કે પ્રથમ નજરે આ અલિંગન લાગી રહ્યું હતું. પરંતુ તેમને કોઈએ જણાવ્યું કે આ કોઈ અલિંગન કે પ્રેમ વરસાવાની વાત નથી. આ મોટી મોનિટર લિઝાર્ડ વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે. એટલે કે આ બે મોનિટર લિઝાર્ડ એકબીજા પ્રત્યે પ્રેમ વરસાવતી હોતી નથી. પરંતુ એકબીજા સાથે ઝગડી રહી હતી.

આમ આ ખૂબ ભયંકર લડાઈ ને જોઈને ભલભલા હચ મચી ગયા હતા. લોકો આમાં અવનવી કોમેન્ટો આપે છે. અને લોકો આ વીડિયો જોઈને હચમચી જાય છે કારણ કે આવી મોટી કદની લિઝાર્ડ ભાગ્યે જ જોવા મળતી હોય છે. આવા અનેક જંગલી પ્રાણીઓ ના વિડીયો આપણને સોશિયલ મીડિયા પર જોવા મળતા હોય છે. ક્યારેક સિંહણ, વાઘ, દીપડો, ચિત્તો વગેરે ના યુદ્ધ આપણને સોશિયલ મીડિયા પર જોવા મળતા હોય છે. તો ક્યારેક મગર અને દીપડા નો યુદ્ધ નદીની વચ્ચે અથવા તો તળાવની વચ્ચે થતું હોય એવા અનેક આપણને સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોવા મળે છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *