0001 નંબર સિરીઝ મેળવવા ગુજરાત ના આ ખેડૂતે ખર્ચી નાખ્યા લાખો રૂપિયા આજ સુધી ની સૌથી મોંઘી બોલી 0001 નંબર માટે આપ્યા…
ગુજરાત, ભારત અને વિશ્વ માં અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે આપડી આંખો ફાટી જાય. એટલે કે લોકો પહેલા લાખો, કરોડો રૂપીયા ની ગાડીઓ ખરીદતા હોય છે અને ગાડી ને નંબર માટે પણ લાખો રૂપિયા પાણી ની જેમ વેડફી નાખતા હોય છે. લોકો ને પોતાની ગાડિ માં પોતાના પસંદ નો નંબર મેળવવા માટે લાખો રૂપિયા વાપરતા હોય છે.
ગુજરાત માં પણ ઘણી બધી આવી નંબર લેવાની વાતો સામે આવતી હોય છે. પૈસાદાર લોકો ગાડી ની કિંમત થી અડધી કિંમત તો માત્ર પોતાની પસંદગીના નંબર મેળવવામાં જ ખર્ચો કરતા હોય છે. એવી જ એક વાત સુરત ની સામે આવી છે. સુરત માં આર.ટી.ઓ માં મોટરકાર ના નંબર માટે નું એક ઑક્ષાન હતું તેમાં એક ખેડૂત પરિવાર ના યુવકે પોતાની ગાડી માટે લાખો રૂપિયા નો નંબર લીધો છે.
આર.ટી.ઓ દ્વારા મોટરકાર માટે ના નંબરો ની નવી સિરિઝ GJ-5-RS સિરીઝ નું ઑક્ષાન રાખેલું હતું.તેમાં 0001 નંબર ની સિરીઝ ઑક્ષાન હતું. આ નંબર માટે સૌથી વધુ બોલી રૂપિયા 5.89 લાખ રૂપિયા ની લગાવાય હતી. અને આ બોલીને સુરત આર.ટી.ઓ ની અત્યાર સુધીમાં સૌથી મોંઘી બોલી ગણવામાં આવે છે. અત્યાર સુધી 5 લાખ થી ઉપર કોઈ એ બોલી લગાવી નથી. નંબર તેના માલિક ને આપી દેવામાં આવ્યો હતો.
હજીરા માં રહેતા ખેડૂત પરિવાર ના એક ખેડૂતે પોતાની 22-લાખ રૂપિયા ની સ્કોર્પિયો માટે આ નંબર લીધો છે. એ-ઑક્ષાન માં રહેતા હજીરા ના મોરાભાળ માં રહેતા ખેતી ના કામ કરતા વ્યક્તિએ આ નંબર લીધો છે. લોકો ને પોતાની પસંદગી ના નંબર મેળવવાનો ગાંડો શોખ હોય છે. સુરત ના આર.ટી.ઓ વિભાગ નંબર ની હરરાજી કરીને લાખો રૂપિયા ની કમાણી કરે છે.