દર્દનાક ઘટના- લગ્ન માં મળેલ ગિફ્ટ ખોલતા થયો મોટો ધડાકો વરરાજા ને થઇ મોટી ઇજા તપાસ કરતા થયો મોટો ખુલાસો જાણવા મળ્યું કે દુલ્હન ની….
લગ્ન ની સીઝન ચાલતી હોય લોકો લગ્ન ના પ્રસંગો માં મશગુલ જોવા મળે છે. લગ્ન માં વર અને કન્યા એ શુભેરછા પાઠવવા માટે ગિફ્ટ આપતા હોય છે. એક ઘટના નવસારી ની સામે આવી છે. જેમાં લગ્ન દરમિયાન મળેલી ગિફ્ટ ખોલતા જ તેમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે વરરાજા અને તેના 3 વર્ષ ના ભત્રીજા ને ખુબ જ ઇજા પહોંચી હતી.
નવસારી માં વાસંદા તાલુકા ના મીંઢબારી ગામમાં લતેશ ગાવિત ના લગ્ન હતા. 12 મેં ના રોજ તેના લગ્ન હતા. લગ્ન દરમિયાન વર-કન્યા ને ખુબ જ ગીફ્ટો મળી હતી. લગ્ન પુરા થયા બાદ બન્ને પોતાને મળેલી ગીફ્ટો ખોલતા હતા. કન્યા ના કોઈ સગા તરફથી એવી ગિફ્ટ મળી કે તે ગિફ્ટ માં અચાનક જ ધડાકો થયો હતો. ઇલેક્ટ્ર્નીક ગિફ્ટ હોય તેના વાયર ને સ્વીટ્ચ બોર્ડ માં નાખ્યો તો ધડાકો થયો અને વરરાજા ની બન્ને આંખો માં ઈજા થઇ ઉપરાંત તેનું ડાબું હાથ નું કાંડુ તૂટી ગયું.
વરરાજા ના 3 વર્ષ ના ભત્રીજા જિયાંશ ગાવિત ને કપાળ ના ભાગે ઇજા થઇ અને બન્ને ને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા. આ માહિતી પોલીસ અને FSL ની ટિમ ને આપતા તે આવી પહોંચ્યા હતા. તપાસ કરતા આ એક કાવતરું હોય તેવી શંકા ગઈ. વધુ તપાસ કરતા કન્યા ના પિતા તરફથી એક ચોંકાવનારો ખુલાસો થયો.
કન્યા ના પિતા ને રાજુ પટેલ નામના યુવક પર શક હતો. તેણે જણાવ્યું કે કન્યા ની મોટી બહેન રાજુ પટેલ સાથે સંબંધ માં હતી પણ છેલા 2-3 મહિનાથી તેને બોલવાનું બંધ કરી દીધું હતું. એટલે રાજુ પટેલે આ કાવતરું કર્યું હોય તેવુ લાગી રહ્યું હતું. વાંસદા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી. બાદ માં રાજુ પટેલે જ કાબુલાત કરી કે તેને જ આ ગિફ્ટ આપેલી છે. રાજુ પટેલ દુલ્હન ની મોટી બહેન નો પૂર્વ પ્રેમી છે. હાલ તો વરરાજા અને તેનો ભત્રીજો સારવાર હેઠળ છે.