વડોદરા- ચાલુ ઇકો કાર માં આગ લાગતા ઇકો ચાલાક નું થયું દર્દનાક મોત. ગાડી માં જ થઈ ગયો બળી ને ભડથું.
અત્યાર ના સમય માં વારંવાર દર્દનાક ભરી ઘટનાઓ સામે આવે છે. એવી એવી ઘટનાઓ સામે આવે છે કે આપડા રુંવાટા બેઠા કરી દે છે. વડોદરા થી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. એક ઈકો કારમાં આગ લાગતા એક કાર સવાર બળી ને થઇ ગયો ખાખ. વડોદરા ના સિંધ રોડ પર આ ઘટના બની છે જેમાં એક ઇકો કાર માં અચાનક જ આગ લાગી હતી અને તેમાં હરેશ દાદુભાઇ અમીન નામનો યુવક મૃત્યુ પામ્યો છે.
આગ એટલી ભયંકર હતી કે ઇકો ડ્રાયવર બહાર પણ નીકળી શક્યો ન હતો. આગ લાગવાની જાણ ફાયર સ્ટાફ ને થતા ફાયર ની ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ગાડી ઘટના સ્થળે આવે તે પહેલા જ યુવક બળી ને ખાખ થઈ ગયો હતો. આ ઘટના થી રસ્તા પર ચારેતરફ ભય નો માહોલ સર્જાયો હતો. કેટલાક લોકો એ ઘટના નજરોનજર નિહાળી હતી.
લાશ ને પોસ્ર્ટમોર્ટમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. સયાજી હોસ્પિટલ તરફ થી માહિતી મળી કે મૃતદેહ હોસ્પિટલે આવ્યો ત્યારે શરીર નો મોટા ભાગ નો ભાગ બળી ગયો હતો. અને પ્રાથમિક તપાસ માં જાણવા મળ્યું કે યુવક નું મોત દાઝવાથી થયેલું છે. પોલીસે કહ્યું કે આની વધુ તપાસ કરવામાં આવશો કારણકે જયારે ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે કાર નો ડાબી બાજુ નો દરવાજો ખુલ્લો હતો તેમ જાણવા મળ્યું હતું. તેમ ફાયર ઓફિસર અનિરુદ્ધસિંહ ઝાલા એ જણાવ્યું હતું. ત્યાં ના લોકો એ વધુ માં માહિતી આપી કે જયારે કાર માં આગ લાગી હતી ત્યારે કાર માથી દોડીને કોઈ ભાગી ગયું હતું.
પણ આ વાત માં પોલીસે તપાસ કરતા હજુ સુધી એવું કઈ બહાર આવ્યું નથી. આ બાબતે હજુ રહસ્ય ઘેરાયેલું છે. વધુમાં જાણવા મળ્યું કે હરીશભાઈ અમીન કરોડો ની સંપત્તિ ના માલિક છે. તેનો વિવાદ નેતા સાથે અને નાપાના માથેભારે લોકો સાથે પણ ચાલી રહ્યો હતો. હરીશભાઈ ના પરિવાર ને આ બાબત ની જાણ કરવામાં આવી હતી જે બાબતે પરિવાર ના લોકો એ પ્રતિક્રિયાઓ આપવાની ના પડી દીધી હતી. હરીશભાઈ ને પત્ની પૂજા અને પુત્ર કરણ છે. તે લોકો આલીશાન બંગલામાં રહે છે.