આ યુવતી છે ભારતીય સંસ્કૃતિ ની સાચી ઓળખ! સાઇકલ પર ટ્રેડિશનલ કપડાં સાથે ક્લાસિકલ ડાન્સ, જુઓ વિડીયો.
રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર દેશ વિદેશના અનેક વાયરલ વિડિયો લોકોને જોવા ગમતા હોય છે. સોશિયલ મીડિયા થકી લોકો દેશ વિદેશના અનેક વીડિયો નિહાળતા હોય છે અને ક્યારેક ક્યારેક તો ખૂબ જ સુંદર વિડીયો લોકોને જોવા મળતા હોય છે. આપણા ભારત દેશની વાત કરવામાં આવે તો ભારત દેશ કલા અને સંસ્કૃતિઓનો દેશ છે.
ભારત દેશમાં ઘણી બધી કલા સંસ્કૃતિઓ જોવા મળે છે. કલા સંસ્કૃતિ ની સાથો સાથ ઘણા બધા ક્લાસિકલ ડાન્સ પણ જોવા મળે છે. પરંતુ શું તમે ક્યારેય સાયકલ ઉપર ક્લાસિકલ ડાન્સ નિહાળ્યો છે? એવો જ એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક યુવતી ખુલ્લા હાથે સાયકલ ચલાવી રહી છે.
તેની વિશેષતા તો એ છે કે યુવતીએ ટ્રેડિશનલ કપડા પહેર્યા છે. સાથે ખુલ્લા હાથે સાયકલ ચલાવતી વેળાએ તે ક્લાસિકલ ડાન્સ કરતી જોવા મળે છે અને એનાથી પણ આગળ યુવતીએ માથા ઉપર નાનું અમથું માટલું મૂકેલું હોય તેવું જોવા મળે છે. માટલું અથવા તો ગરબો હોય તેવું લાગી રહ્યું છે અને યુવતીએ પોતાનું બેલેન્સ ખૂબ જ સુંદર રીતે જાળવી રાખેલું જોવા મળે છે.
Cycling pedaling with a Kalash on the head as well as doing dance moves by hand. All the time he has to balance the bicycle without touching the handlebar.. It must be really hard. Wonderful !!#Indian #woman #power 😍🤩#नवरात्रि_की_हार्दिक_शुभकामनाएं #Navratri pic.twitter.com/7kFexc50jN
— Santosh Sagar (@santoshsaagr) September 30, 2022
અને વીડિયોના બેગ્રાઉન્ડમા હિન્દી મુવી નું સંગીત વાગી રહ્યું છે અને યુવતીએ ખૂબ જ સુંદર રીતે તેનું પરફોર્મ આપ્યું છે. આ વિડીયો જોઈને લોકો પણ ખૂબ જ યુવતીની પ્રશંસા કરી રહ્યા છે. આ વીડિયોને ટ્વીટર હેન્ડલ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. આ વિડીયો જોઈને લોકો ખૂબ જ લાઈક કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!