આ યુવતી એ એક સાથે 9 સરકારી પરીક્ષા પાસ કરી પરંતુ બધી નોકરી ને અલવિદા કહી દીધું કારણ જાણી ચોકી જશે.
આજકાલ આપણા ભારત દેશમાં અને આપણા ખાસ કરીને ગુજરાતમાં સરકારી નોકરીનો ક્રેઝ ખૂબ જ વધવા લાગ્યો છે. લોકો હવે સરકારી નોકરી મેળવવા તરફ ની દિશામાં આગળ વધી રહ્યા છે. કારણ કે ગુજરાતમાં ખાસ કરીને પ્રાઇવેટ સેક્ટરમાં યુવાનોનું ખૂબ જ શોષણ થતું હોય છે. અને પગાર ધોરણ ખૂબ જ નીચું હોવાને કારણે હવે યુવાનો સરકારી નોકરી તરફ વળ્યા છે. યુવાનો સરકારી નોકરી મેળવવા માટે રાત દિવસ એક કરીને પોતાના ઘર પરિવારને છોડીને માત્ર નોકરી મેળવવા માટેની પરીક્ષાની તૈયારી કરતા હોય છે.
એવી જ એક રાજસ્થાનની યુવતી ની કહાની સામે આવે છે. આ રાજસ્થાનની યુવતીના પિતા ખેડૂત છે. અને આ યુવતીએ એક સાથે નવ પરીક્ષા પાસ કરી પરંતુ તે આઠ પરીક્ષા છોડી ચૂકી છે. અને નવમી પરીક્ષા પાસ કરીને પણ તે નોકરીને અલવિદા કહી રહી છે. વધુ વિગતે જાણીએ તો રાજસ્થાન ઘર જિલ્લાના નાના ગામ સિહોતમાં રહેતી પ્રમીલા નેહરા તેના પિતાનું નામ રામકુમાર નેહરા છે. તેની માતા મનકોરી દેવી એક ગૃહિણી તરીકેનું કામ કરે છે. પ્રેમિલા નેહરાના ભાઈ મહેશ નેહરા ચૂરમાં પોલીસ કોન્સ્ટેબલ છે. જ્યારે પ્રેમિલા નેહરાના પતિ રાજેન્દ્ર પ્રસાદ રાણવા કે જે દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ છે.
પ્રમીલા નેહરા ની વાત કરીએ તો તેને એક સાથે આઠ પરીક્ષા પાસ કરી દરેક પરીક્ષા પાસ કર્યા પછી નોકરીએ પણ લાગી પરંતુ માત્ર એક થી બે મહિના નોકરી કરીને રાજીનામું આપી દીધું. આ પાછળનું એનું ખૂબ મોટું કારણ હતું. પ્રમિલા નહેરાએ તલાટી, ગ્રામ સેવક, મહિલા સુપરવાઇઝર, પોલીસ કોન્સ્ટેબલ, એલડીસી વગેરે જેવી અનેક નવ પરીક્ષા પાસ કરી અને હાલમાં તે નાગોર જિલ્લાના એક સરકારી શાળામાં સિનિયર શિક્ષક તરીકેની ફરજ બજાવી રહી છે.
હવે તે કહે છે કે તે આ નોકરી પણ ટૂંક સમયમાં છોડી દેવાની છે. કારણ કે હવે તેનું માત્ર એક જ લક્ષ છે કે તેને હવે આર.એ.એસ અથવા યુપીએસસી ની પરીક્ષા પાસ કરવી છે. પ્રમીલા નેહરા ની વાત કરવામાં આવે તો તેને વર્ષ 2015માં પ્રથમ સરકારી નોકરી પાસ કરી હતી. જેમાં તે ત્રીજા ધોરણની શિક્ષિકા તરીકેની ફરજ બજાવતી હતી. ત્યારબાદ તેને તલાટી, ગ્રામ સેવક એવી જુદી જુદી નવ પરીક્ષાઓ પાસ કરી અને હવે તે યુપીએસસી પરીક્ષા ઉપર તેનો ફોકસ કરી રહી છે.
આમ તે કહે છે કે આ પરીક્ષા પાસ કરવી તેના માટે સરળ ન હતી. કારણ કે તેના લગ્ન બાદ આખું જીવન જ બદલાઈ ગયું હતું. પરંતુ તેના પતિ અને તેના સાસુ સસરાએ તેને આગળ વધવામાં પ્રેરણા આપી. અને તેમ ખૂબ જ આગળ વધી. આમ આ એક ખેડૂતની પુત્રી ખૂબ જ ઊંચાઈના શિખરો પાર કરવામાં સફળ થઈ હતી. આજકાલના યુવાનો માટે આ યુવતી ની કહાની ખૂબ જ પ્રેરણાદાયી બની રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!