Gujarat

આ છે ગુજરાતનુ નાનકડુ ગામ સ્માર્ટ વિલેજ ! શહેરો જેવી સુવીધાઓની લીસ્ટ વાંચી આંખો ફાટી જશે જયારે સરપંચ…

Spread the love

વાત કરીએ તો જો તમને કોઈ ગામડાંની વાત કરે તો ગાયો ફરતી, અસહ્ય ગંદકી અને લિપણ વાળા છાપરાના ઘરનું ચિત્ર ઉપસી આવે. આજે અમે તમને એક ખુબજ સ્વચ્છ અને સુંદર ગામ વિશે જણાવીશું જેનો વિકાસ કોઈ સરકારે નહિ બલકે ગામના લોકોએ ખુબજ કાળજી રાખીને અને સ્વચ્છ રાખીને જોરદાર વિકાસ કર્યો છે. તમે તે ગામ તો શહેરની સ્વચ્છતા કર્તા સોં ગણું આગળ છે. આવો તમને તે ગામ વિશે વિગતે જણાવીએ.

વાત કરીએ તો આ ગામગીર કાંઠાના છેવાડે આવેલું છે જ્યા લોકોને ઘર બેઠા જ અનેક સગવડો મળી રહે છે.આવું જ એક ગામ કોડીનાર તાલુકાનું મોરવડ છે. અહી ગામમાં શેરીએ શેરીએ જવા માટે પાકા રસ્તા તો છે જ પણ વાડીએ જવા માટે પણ પાકા રસ્તા જોવા મળે છે. આ ગામના લોકો જેઓ પોતાની જાત મહેનતથી પોતાના ગામમાં તમામ સુવિધાઓ શહેર જેવી સુવિધા મળી રહે તે માટે સ્વપ્રયાસ કરી ગામને સ્માર્ટ બનાવી દીધુ છે. આજે શહેર જેવી તમામ સુવિધા ગામમાં જ ગ્રામજનોને મળી રહે છે.

આમ મોરવડના ભરતભાઈ કછોટે વાતચીતમાઁ જણાવ્યું કે ‘ખાસ કરીને સરકાર એવું નેતૃત્વ છે કે ગામડાને એક આદર્શ ગામ તરીકે વિકસાવવું ત્યારે અમે પણ નક્કી કર્યું કે ગામ લોકોએ સાથે મળીને મારૂ ગામ પણ આદર્શ ગામ આવે તે માટેના પ્રયત્ન અમે ખૂબ કર્યા છે. સરકારની કોઈ પણ યોજના હોય તેને ગ્રામજનો સુધી પહોંચાડવામાં આવે છે. છેવાડાનું ગીર કાંઠાનું મોરવાડ ગામમાં 2000 જેટલી વસ્તી વસવાટ કરે છે. અહીંના લોકોને તમામ પ્રકારની સવલતો લોકોને મળી રહે છે.’

તેમજ બધુમાં આ ગામ વિશે વાત કરીએ તો આ ગામમાં પણ શહેરમાઁ હોઈ તેવા કેમેરા જોવા મળે છે. એ સાથે યોજના છેવાડાના લોકો સુધી પહોંચી શકે તેની જાહેરાત માટે ગામમાં ગલીએ ગલીએ સ્પીકર મુકાયા છે. વધુ ખાસ એ સુવિધા છે કે લોકોને તાલુકા કક્ષાએ જવું ન પડે તે માટે કોઈ પણ યોજના હોય તો તેના ઓનલાઈન ફોર્મ ભરી અને એક સાથે તાલુકા કક્ષાએ પહોંચાડવામાં આવે છે. ઉપરાંત ગામમાં બેંકની સુવિધા પણ છે. એ ઉપરાંત ગામમાઁ પણ બેંકની સુવિધાઓ જોવા મળી રહે છે.

તદ ઉપરાંત વાસ્મો યોજના હેઠળ ઘરે ઘરે બે ટાઈમ પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. જેના કારણે ખાસ કરીને મહિલાઓની અગવડો દૂર થઈ છે તેમજ મોરવાડમાં જન સુવિધા કેન્દ્ર થકી ઓનલાઈન ફોર્મ, વિદ્યાર્થીલક્ષી યોજના અથવા ખેડૂત યોજનાઓના ફોર્મ પણ ભરી અપાઈ છે. ગામના 70 ટકા લોકોને પોતાની વાડીએ નદીમાંથી જવા માટે ખુબજ મુશ્કેલી પડતી હતી. ત્યારે નદી પર મુખ્યમંત્રી સડક યોજના હેઠળ નદી પર પુલ અને વાડીએ જવા માટે સી. સી રોડ બનાવવામાં આવ્યા હતા. ગામની દરેક ગલીઓમાં પેવર બ્લોક, સીસી રોડ પણ છે. મોરવાડમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જૂના મકાનો પાડી 38 જેટલા નવા મકાનોનું નિર્માણ કર્યું હતું.

સરપંચ કૌશિકભાઈ ગૌસ્વામીએ ન્યૂઝ18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મોરવડ ગામમાં સીસીટીવી કેમેરા, શેરીએ શેરીએ માઇક, ઘરે ઘરે પાણી અને સારી સ્કૂલ તથા સ્વચ્છતા મુદ્દે 2019માં મોરવડ આદર્શ ગામ તરીકે ઓળખાઈઆવ્યું છે. તેમજ ગામમાં રાત્રીના લોકોને અગવડ ન પડે તે માટે શેરીએ શેરીએ સ્ટ્રીટ લાઇટની સુવિધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *