આ છે આકાશ અંબાણી ની સિક્યુરિટી નો કાફલો કાફલો જોઈ ઉડી જશે હોંશ રણબીર કપૂર ની જન્મદિવસ પાર્ટી માં હાજરી આપવા જુઓ
આપણા ભારતમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર ખાસ અને ખાસ સોશિયલ મીડિયા ઉપર હેડલાઈન બનાવતા હોય છે. બોલીવુડના સુપરસ્ટારની સાથે ભારતના પ્રખ્યાત બિઝનેસમેન એવા મુકેશ અંબાણી અને તેનો પરિવાર પણ સમાચારોમાં અવારનવાર આવે છે. બોલીવુડના ગમે તે અભિનેતા કે અભિનેત્રી હોય ત્યાં આમ તો મુકેશ અંબાણી અને તેનો પરિવાર પ્રસંગમાં હાજરી આપતો જ હોય છે.
મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને બોલિવૂડના અભિનેતા રણબીર કપૂર બંને ખાસ મિત્ર હોય બંને એકબીજાના ફોટો પણ સોશિયલ મીડિયા ઉપર શેર કરતા હોય છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ના લગ્ન સમયે પણ આકાશ અંબાણી અને તેની પત્ની શ્લોકા મહેતા ખાસ મહેમાન તરીકે બંનેના લગ્નમાં હાજરી આપવા ગયા હતા.
હાલ રણવીર કપૂર નો 28 સપ્ટેમ્બર 2022 ના રોજ 40 મો જન્મદિવસ હોય તે નિમિત્તે ખાસ જન્મદિવસની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં રણબીર કપૂરના ખાસ દોસ્ત એવા આકાશ અંબાણીને પણ ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું. સાથે આકાશ અંબાણી પણ આ જન્મદિવસની પાર્ટીમાં સામેલ થવા પહોંચ્યા હતા.
View this post on Instagram
આકાશ અંબાણી ઉપરાંત બોલીવુડના નામી લોકો આ જન્મદિવસની પાર્ટીમાં સામેલ થયા હતા. ઉપરાંત રોહિત, ધવન, શાહીન ભટ્ટ, કરણ જોહર, અયાન મુખર્જી વગેરે નામે લોકો પાર્ટીમાં ઉજવણી માટે આવ્યા હતા. સાથે આકાશ અંબાણી જ્યારે પોતાનો કાફલો લઈને રણબીર કપૂર ના ઘરે આવ્યા ત્યારે લોકો ચોકી ઉઠ્યાતા.
કારણ કે આકાશ અંબાણીની સુરક્ષા ખાતર અનેક ગાડીઓનો ખડકલો અને અનેક સિક્યુરિટી ગાર્ડ તેની સાથે જોવા મળ્યા હતા. રણબીર કપૂર માટે આ જન્મદિવસ ખાસ બન્યો હતો. કારણ કે હવે થોડા જ સમયમાં તે અને આલિયા ભટ્ટ માતા-પિતા બનવા જઈ રહ્યા છે. આમ આકાશ અંબાણી એ રણબીર કપૂરના જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!