India

આ છે પાકિસ્તાન માં આવેલ 51-શક્તિપીઠો માનું એક શક્તિપીઠ હિંગળાજ માતા નું મંદિર. જાણો શું છે વિશેષતા.

Spread the love

હાલ નવરાત્રી નો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. એવામા નવ દિવસ માતા નવદુર્ગાની આરતી, ઉપાસના કરવામાં આવતી હોય છે અને પછી ગરબે રમવામાં આવતા હોય છે. પરંતુ ઘણા એવા લોકો એક વાતથી આજે પણ અજાણ છે કે ભારતના 51 શક્તિપીઠો પૈકી એક શક્તિપીઠ આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં આવેલું છે અને આ શક્તિપીઠ નું નામ છે હિંગળાજ માતા નું મંદિર. હાલ દિવ્યભાસ્કરની ટીમ દ્વારા એક ખાસ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.

જેમાં જયપુર ની પુત્રી પદ્મિની કુમારી કે જે હાલ પાકિસ્તાનના બલુચિસ્તાન ના અમરકોટ રાજ પરિવારની વહુ થઈને ત્યાં રહે છે. તેને આ બધી માહિતી આપતા પવિત્ર ધામ એવા હિંગળાજ માતાના મંદિરની વિશેષતા અને ત્યાં જોવા મળતી વિશેષતા ની બધી વાત કરી હતી. આ બાબતે વધુ વાત કરતા રાજ પરિવારની વહુ અને જયપુરની પુત્રી પદ્મિની કુમારીએ જણાવ્યું હતું કે, આ હિંગળાજ માતાનું મંદિર પાકિસ્તાનના કરાચી થી લગભગ 252 કિલોમીટર જેટલું દૂર બલુચિસ્તાન પ્રાંતના લસબેલા નામની જગ્યા પર આવેલું છે.

અહીં આવેલી હિંગળાજ નદી નવરાત્રી દરમિયાન સૂકી હોવાને લીધે ઘણા બધા લોકો ત્યાં તંબુ તાણીને આરામ કરતા હોય છે અને આરામ કર્યા બાદ આગળ વધીને પહાડો અને ડુંગરની વચ્ચેના માર્ગમાં થઈને હિંગળાજ માતાના દરબારમાં પહોંચી શકાય છે. વધુમાં જણાવ્યું હતું કે સિદ્ધ પ્રાંતના મખલી નજીકના ગામમાંથી 600 થી 700 કિલોમીટરનો પગપાળા પ્રવાસ કરીને લોકો હિંગળાજ માતાના દરબારમાં પહોંચતા હોય છે. વધુમાં વિગતે જણાવ્યું હતું કે ભારતમાંથી લગભગ ચારથી પાંચ હજાર જેટલા શ્રદ્ધાળુ આવતા હોય છે પરંતુ કોરોના કાળ હોવાને લીધે હા ભક્તો ની સંખ્યા હજારથી પંદરસો સુધી જ રહી છે.

વધુમાં કહ્યું કે રાણા ચંદ્રસિંહે અમરકોટમાં શાસન કર્યું હતું. હવે માતાની પૂજા તેના પુત્ર હમીરજી અને તેના પુત્ર કરણસિંહ ની દેખરેખ હેઠળ કરવામાં આવે છે અને અમરકોટથી પુજારીઓને પણ મોકલવામાં આવે છે. કહેવાય છે કે હિંગળાજ માતા અને કરણી માતા બંને એક જ માનવામાં આવે છે. અહીં નવરાત્રિના નવ દિવસ ગાયના ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે અને ગણેશજીની પાણીથી ભરેલા કલરમાં નાળિયેર મૂકીને સ્થાપના કરવામાં આવે છે.

પછી નવગ્રહની શાંતિની પૂજા કરવામાં આવે છે. સાથોસાથ સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે અને નિયમીત રીતે આરતી, દુર્ગા કવચ અને માં હિંગળાજ માતાની સ્તુતિ પણ કરવામાં આવતી હોય છે અને ભક્તોને પ્રસાદ આપવામાં આવતો હોય છે. આમ હિંગળાજ માતાનું ભવ્ય મંદિર આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં આવેલું છે. તેની વિશેષતા પણ કંઈક અલગ જ જોવા મળે છે. ભારતમાંથી પણ ઘણા બધા શ્રદ્ધાળો ત્યાં દર્શન કરવા માટે જતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *