ભારતીય ક્રિકેટ ટીમમાં હાલમાં સુર્યા કુમાર યાદવનું નામ ટોપ ઉપર પહોંચી ગયું છે. સુર્યાકુમાર યાદવ માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ ફેમસ થવા લાગ્યા છે. હાલમાં રાજકોટમાં રમાયેલી શ્રીલંકા સામેની મેચમાં સુર્યાકુમાર યાદવ એ સદી ફટકારતા તેની ચર્ચા વિદેશોમાં પણ થવા લાગે છે. મોટા મોટા ક્રિકેટરો તેના વખાણ કરવા લાગ્યા છે. જેમાં ભારતના પૂર્વ ક્રિકેટર ઉપરાંત વિદેશના ક્રિકેટરોનો પણ સમાવેશ થાય છે.
આજે અમે તમને સુર્યાકુમાર યાદવના વૈભવી આલિશાન ઘર વિશે જણાવીશું. સુર્યાકુમાર યાદવ પોતાના પરિવાર સાથે મુંબઈના હાઈરાઈઝ બિલ્ડીંગ એપાર્ટમેન્ટમાં રહે છે. સુર્યાકુમાર યાદવ નું ઘર હાઇરાઇઝ બિલ્ડીંગના ટોપ ફ્લોર પર આવેલું છે. તેના ઘરની બાલ્કની માં બેસીને સામેની બાજુનો સુંદર નજારો ઘરને આલિશાન બનાવી દે છે. સુર્યા કુમાર યાદવ નો પરિવાર ધાર્મિક પરિવાર છે. આથી તેના ઘરમાં પૂજા માટે અલગ રૂમ બનાવવામાં આવેલો છે.
સુર્યાકુમાર યાદવ ના ઘરમાં રોયલ ફિનિશિંગ કરવામાં આવેલું છે. ઘરની દીવાલો સુંદર રંગોથી રંગવામાં આવેલી છે. સુર્યા કુમાર યાદવ ના ઘરમાં બ્લુ કલરના સોફા અને વાઈટ ડાઇનિંગ ચેર રાખવામાં આવેલી છે. તેના બેડરૂમની દીવાલો વુડન વુલન છે. તો ઘરમાં વિશાળ લિવિંગ રૂમ ડાઇનિંગ રૂમ, બે વિશાળ શયનખંડ, એક ગેમિંગરૂમ અને ઘરની વિશેષતા વધારવા તમામ રૂમમાં એલઇડી લાઇટ્સ ફીટ કરવામાં આવેલી છે.
સુર્યાકુમાર યાદવને મોંઘી મોંઘી કારનો પણ શોખ છે. તેની કાર કલેક્શનમાં mercedes-benz કૂપનો સમાવેશ થાય છે. જેની કિંમત 2.15 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત તેની પાસે નિશાન જોગાની કાર જેની કિંમત 15 લાખ છે. આ ઉપરાંત રેન્જ રોવરની વેલર કાર જેની કિંમત 90 લાખ છે. મીની કૂપ કાર એસ અને 60 લાખની audi a6 સામેલ છે. આ ઉપરાંત તેને સ્પોર્ટ્સ બાઈક નો પણ શોખ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!