આ છે 21-મી સદી લગ્ન ના દિવસે કન્યા ને બદલે વરરાજા ની આંખો માંથી વહેવા લાગી ગંગા-જમુના,,જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર દરરોજ કેટલાય પ્રકાર ના વિડીયો વાયરલ થતા હોય છે. જેમાંથી કેટલાક વિડીયો એવા હોય છે કે જેમાંથી લોકોને ખૂબ જ મનોરંજન મળતું હોય છે. તો કેટલાક વિડીયો લોકોને ભાવુક પણ કરી દેતા હોય છે. આજકાલ લગ્નનો ગાળો ચાલતો હોવાથી લગ્નના વિડીયો ખૂબ જ વાયરલ થતા હોય છે.
લગ્ન માં ડાન્સ ના વિડીયો, જયમાલા ના વિડીયો, દુલ્હનની એન્ટ્રી ના વિડીયો, મિત્રોની મસ્તીના વિડીયો, દુલ્હનની વિદાય ના વિડીયો વગેરે વાયરલ થતા હોય છે. લગ્ન નો દિવસ કન્યા અને વરરાજા માટે ખાસ હોય છે. કારણ કે લગ્ન પછી કન્યા અને વરરાજા તેમના નવા જીવનની શરૂઆત કરી રહ્યા હોય છે. આવી સ્થિતિમાં જો કોઈ કન્યા અને વરરાજા ને તેનો સાચો પ્રેમ મળી જાય તો તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. જોકે સાચો પ્રેમ મળવો ખૂબ જ મુશ્કેલ હોય છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે તેની દુલ્હન સામે આવતા જ તે ખૂબ જ ભાવુક થઈ જાય છે અને તેની આંખોમાંથી આંસુ આવવા લાગે છે. આ વીડિયો જોયા બાદ એવું લાગે છે કે આ વીડિયો દુલ્હનની એન્ટ્રીનો છે, જે જયમાલા માટે સ્ટેજ તરફ આવી રહી છે. બીજી તરફ, વરરાજા તેની પ્રેમિકાને દુલ્હનના વેશમાં જોઈને ખૂબ જ ભાવુક થઈ જાય છે. વરરાજા માટે તે માનવું મુશ્કેલ બની જાય છે કે જેને તે ખૂબ પ્રેમ કરે છે તે હવે લાઈફ પાર્ટનર બનીને તેના જીવનમાં કાયમ માટે જોડાઈ જશે.
માટે વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજાની આંખોમાંથી સતત આંસુ પડી રહ્યાં છે. કન્યા વર પાસે આવતાની સાથે જ તે વરરાજાના આંસુ લૂછવા લાગે છે. બંનેની આ ભાવનાત્મક ક્ષણે યુઝર્સની આંખો પણ ભીની કરી દીધી છે.આ વર-કન્યાનો વીડિયો @Gulzar_sahab નામના એકાઉન્ટ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે.
जब शादी अपने प्यार से हो जाए
तो खुशी के आंसू रोकने से भी नहीं रुकते
🥹❤️🥀 pic.twitter.com/dSybnKQEVI— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 23, 2022
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!