આ છે ભારત દેશ નો હિંમતવાન રીક્ષા-વાળો. યુ-ટર્ન ના લેવો પડે એટલે રીક્ષા-ચાલકે એવું કર્યું કે..જુઓ વિડીયો.
આપણા ભારત દેશમાં ભારત દેશની ગલી ગલીમાં ટેલેન્ટથી ભરેલા લોકો વસવાટ કરે છે. એટલે કે એવા એવા કરતબો બતાવતા હોય છે કે, જોઈને લોકોની આંખ પહોળી થઈ જતી હોય છે. ખાસ તો આપણા દેશમાં મોટાભાગના લોકો નવરા હોય છે. પરંતુ જે લોકો પાસે સમય નથી તે સમયનો સદ ઉપયોગ કરવા માટે એવા કારનામા કરતા હોય છે કે, જોઈ ને હચમચી જવી. એવો જ એક વિડિયો હાલ ટ્વીટર હેન્ડલ પર રોડ્સ ઓફ મુંબઈના એકાઉન્ટ પર શેર કરવામાં આવેલો છે.
આ વિડીયો મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર જિલ્લાના વિરારમાં કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક પરીક્ષા વાળો કે જેને યુટન લેવામાં બહુ દૂર સુધી જવું પડતું હોય એટલા માટે ઉપર રહેલા લોકો માટે ચાલવાના ફુટ બ્રિજ પર તેને દાદરા ના સહારેથી રીક્ષા ચલાવી અને ફૂટ બ્રિજ પર રીક્ષા હકાવી રહ્યો હતો. અને બીજી સાઈડ રહેલા દાદરા માટે રીક્ષા ને નીચે ઉતારી હતી..જુઓ વિડીયો.
Bas yahi dekhna baaki tha! pic.twitter.com/wuAZvBy5fh
— Roads of Mumbai 🇮🇳 (@RoadsOfMumbai) August 19, 2022
આ રિક્ષાવાળા ના ફૂટ બ્રિજ પર રિક્ષા ચલાવતો જોઈને લોકો ત્યાં જ થંભી ગયા હતા. અને તેનો વિડીયો કેમેરામાં કેદ કરવા લાગ્યા હતા. આ વિડીયો પોલીસ સુધી પહોંચતા ની સાથે જ પોલીસે રિક્ષા ડ્રાઇવરને પકડવાની તાજ વીજ હાથ ધરી હતી. વિડીયો જોઈને લોકો આવ નવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોઈ આ રીક્ષા ચાલકને સ્ટંટમેંટ કહે છે. તો કોઈ આ રિક્ષાવાળને હિંમતવાન કહે છે.
તો કોઈ એવી કમેન્ટ કરે છે કે સુનીલ શેટ્ટીના ફિલ્મનું શૂટિંગ ચાલી રહી હશે. અવનવી કોમેન્ટ કરતા જોવા મળે છે. આપણા ભારત દેશમાં આવા અનેક લોકો જાન જોખમમાં મૂકીને આવા પ્રયોગો કરતા હોય છે. ક્યારેક ક્યારેક પોતાના અને આજુબાજુના લોકોને નુકસાન પણ પહોંચાડી દેતા હોય છે. ક્યારેક કેટલાક લોકો સોશિયલ મીડિયા પર ફેમસ થવાના બહાને આવા વિડિયો ઉતારતા હોય છે.
ખાસ તો આજના ભારત દેશમાં યુવાઓને સોશિયલ મીડિયા નો અનોખો ક્રેઝ ચડી ગયો છે. સોશિયલ મીડિયા પર વધુને વધુ ફેમસ થવાના બહાના હેઠળ એવા સ્ટંટ કરી નાખતા હોય છે કે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દેતા હોય છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો