આ માણસ મા માણસાઈ મરી ગઈ ! પોતાના મનોરંજન માટે મૂંગા જીવ ને હદ વગર નો હેરાન કરે છે..જુઓ વિડીયો.
આપણા ભારત દેશમાં ઘણો ખરો જંગલ વિસ્તાર આવેલો છે. એમાં ઘણા ખરા જંગલી પ્રાણી પશુઓ રહેતા હોય છે. ખાસ કરીને ભારત દેશ માટે ગૌરવની વાત તો એ છે કે વિશ્વમાં જો કોઈ ને સિંહ દર્શન કરવા હોય તો તે ભારતમાં અને એ પણ આપણા ગુજરાતમાં આવવું પડે છે. ક્યારેક જંગલી પશુ પ્રાણીઓ માનવ રહેઠાણ ઉપર આવી ચડતા હોય છે. અને ક્યારેક મનુષ્યનો શિકાર પણ કરતા હોય છે.
હાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમને પણ ગુસ્સો આવી જશે. વીડિયોમાં જોઈ શકાય છે કે બે ત્રણ યુવકો એક બીમાર દીપડાને હેરાન કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવાન દીપડાની પાછળની બાજુએ ઉભો રહ્યો છે. અને તેની પૂંછડીને પકડી તેને પાછળની તરફ ખેંચી રહ્યો છે. અને દીપડાની પૂંછડીને પોતાના પગમાં દબાવી રાખે છે. દિપડો આ યુવકના ચંગુલ માંથી છૂટવા માંગતો હોય છે. પરંતુ તે છૂટી શકતો હોતો નથી..જુઓ વિડીયો.
Identify the animal here !! pic.twitter.com/MzAUCYtBOM
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) August 17, 2022
આજુબાજુના લોકો આ ઘટનાને કેમેરામાં કેદ કરતા હોય છે. આ વિડીયો જોઈને લોકો પણ હચમચી ગયા હતા. આ વીડિયોને ભારતીય વનસેવા અધિકારી પ્રવીણ કંસવાએ પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર શેરકર્યો છે. અને કેપ્શન માં લખ્યું છે કે ઓળખ કરો કે આ વીડિયોમાં પ્રાણી કોણ છે? ઘટના ક્યારે અને ક્યાં બની તે જાણી શકાયું નથી. ભારતીય વન સેનાના અધિકારી પ્રવીણ કંસવાએ આ કૃત્ય ને વખોડી ને કાઢ્યું. અને આ પ્રાણી સાથે આવા દુર વ્યવહાર ન કરવો જોઈએ તેમ લોકોને જણાવ્યું હતું.
તે કહે છે કે આ વન્યજીવ મિત્રોને સંભાળવાની કે સારવાર કરવાની રીત નથી. તેઓ પણ જીવિત પ્રાણી છે. સાવચેત રહો. આ વિડીયો જોઈને લોકો ગંભીર રીતે કોમેન્ટો કરે છે. લોકોનો ગુસ્સો કમેન્ટમાં જોવા મળે છે. લોકો કહે છે કે આવા મૂંગા પ્રાણીઓને આવી રીતના હેરાન કરવા ન જોઈએ. આ ખૂબ જ દુઃખદ ઘટના ગણી શકાય.
વધુ વિગતે જાણવા મળ્યું કે આ દીપડો હતો તે દીપડો ત્યાર પછી મૃત્યુ પામ્યો હતો. આવા અનેક લોકો આપણે જોઈ શકીએ છીએ કે જે પોતાના મનોરંજન ખાતર ગમે તેવું કામ કરતા હોય છે. અને મૂંગા પ્રાણીઓને આવી રીતના હેરાન કરી મૂકતા હોય છે. ક્યારેક ડોગી, બિલાડી કે પશુ કે પક્ષીઓને પાંજરામાં પૂરીને પોતાનું મનોરંજન કરતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!