India

2-લીંબુ અને કોલસો ખાઈ ને 51-વર્ષ નો આ વ્યક્તિ નિર્જન ટાપુ પર 5-દિવસ એકલો રહ્યો. ત્યારબાદ જે થયું તે જાણી ને ચોંકી ઉઠશે..

Spread the love

આપણે ફિલ્મોમાં તો ઘણું એવું જોયું હશે કે ક્યારેક લોકો દરિયાની વચ્ચે આવેલા કોઈ ટાપુ પર ફસાઈ ગયા હોય. પરંતુ બ્રાઝિલમાં રહેતા એક 51 વર્ષીય નેલ્સન નેડી સાથે આ કહાની હકીકતમાં બની હતી. એટલે કે આ 51 વર્ષીય નેલ્સન નેડી એક સમુદ્રની વચ્ચે આવેલા ટાપુ પર પાંચ દિવસ સુધી એકલો રહ્યો અને તે માત્ર બે લીંબુ અને કોલસો ખાઈને પોતાના જીવન સામે ટકી રહ્યો હતો.

વધુ વિગતે જાણીએ તો 51 વર્ષીયા નેલ્સન નેડી બ્રાઝિલના રીઓડી જાનેરોના ગૃમારી બીચ પર હતા. આ સમયે સમુદ્રના મોજા તેને દૂર સુધી ખેંચી ગયા. અને તે લગભગ ત્રણ કિલોમીટર સુધી દરિયામાં તરતો રહ્યો. તેને તે જે બીચ પર હતો. તે બીચ પર પાછું આવવું હતું. પરંતુ સમુદ્રના મોજા એટલા તેજ અને મજબૂત હતા કે તેને અંદર સુધી ખેંચી રહ્યા હતા. અને તે એક નિરજન ટાપુ પર પહોંચી ગયો. આ ટાપુનું નામ પાલમાં ટાપુ હતું. આ ટાપુ પર તે એકલો પાંચ દિવસ સુધી રહ્યો હતો.

તેને અહેવાલોમાં જણાવ્યું હતું કે જ્યારે તે નિરજન ટાપુ પર પહોંચ્યો ત્યારે તેણે પાછા બીચ પર ફરવા માટે તરીને આવવાની ઘણી કોશિશ કરી પરંતુ સમુદ્રના મોજા એટલા તેજ હતા કે તેને તે ટાપુ પર પાછા ધકેલી મુકતા હતા. આથી તેને મનમાં વિચાર્યું કે તેના સાથીદારો વહીવટ તંત્રની મદદથી ગમે તેમ કરીને તેને ચોક્કસપણે બચાવી લેશો. આથી તેને ટાપુ પર કઈ વસ્તુઓની શોધ કરવા લાગ્યો. તેને એક તંબુ નજરે ચડ્યો. આ તંબુમાં બે લીંબુ જમીન પર રાખવામાં આવ્યા હતા. તે જણાવે છે કે આ લીંબુ ને તેણે નારંગીનું ફળ સમજીને થોડું થોડું ખાધું હતું.

અને તેને ટીવી પર જોયું હતું કે વાંદરાઓ કોલસા ખાઈને પોતાનું જીવન જીવતા હોય છે. આથી તેને કોલસો પણ તંબુ માંથી મળી ગયો હતો. આથી તેને લીંબુ અને કોલસો ખાઈને પોતાનું પેટ ભર્યું રાખ્યું. અને ગમે તેમ કરીને જીવિત રહ્યો. સાથો સાથ તેને દરિયા નું ખારું પાણી પીધું અને જીવિત રહ્યો. આ દરમિયાન તેને તંબુ માંથી એક ધાબળો મળી આવ્યો હતો. પાંચ દિવસ વીત્યા બાદ તેને તે ટાપુની નજીક એક મોટર બોટ આવતા જોઈ હતી. મોટર બોટ માં અમુક લોકો સવારે હતા.

પછી તેને પોતાનું ટીશર્ટ કાઢીને લહેરાવવાનું શરૂ કર્યું. જેથી મોટરબોટ વાળા પર સવાર લોકોને જાણ થઈ કે ત્યાં કોઈ વ્યક્તિ ફસાયેલો છે. આથી તે લોકોએ પ્રશાસનને જાણ કરી. ત્યારબાદ તેને એરિફ્ટ કરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ તેની સારવાર થઈ. અને તેને રજા આપવામાં આવી હતી. આમ આ વ્યક્તિના હોંસલા અને બહાદુરીને ખરેખર સલામ છે. પોતે એકલો એક ટાપુ પર પાંચ દિવસ વિતાવ્યા હતા. અને પોતે હિંમત થી કામ લીધું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *