Gujarat

ઘરમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ નું રખડતા ઢોર અડફેટે આવતા દર્દનાક મોત. તંત્ર હજુ પણ ગાઢ નિંદ્રા માં..જાણો ક્યાં બની ઘટના.

Spread the love

આપણા ગુજરાતમાં એક બાબતે તંત્રની ઘોર લાપરવાહી જોવા મળે છે. એ વાત એ છે કે આપણા ગુજરાતમાં ઠેર ઠેર વિસ્તારોમાં રખડતા ઢોરનો એટલો બધો ત્રાસ છે કે લોકો હાલ કંટાળી ને બે હાલ થઈ ચૂક્યા છે. રોજબરોજ ઢોરના લીધે અકસ્માત થવાના ઘણા કિસ્સાઓ સામે આવે છે. તંત્રને ફરિયાદ કરવા છતાં પણ તંત્ર પગલા ભરતી નથી. થોડા સમય પહેલા તે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી એવા નીતિનભાઈ પટેલને ઢોરે ઉડાડી મૂક્યા હતા.

એવામાં ફરી એક વડોદરાથી એવી હચમચાવતી ઘટના સામે આવી છે. જેમાં પરિવારના એક માત્ર કમાનાર વ્યક્તિનું ઢોર અડફેટે મૃત્યુ થઈ જતા પરિવારના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો આનો ખૂબ જ બહોળા પ્રમાણમાં વિરોધ કરી રહ્યા છે. વધુ વિગતે જાણીએ તો વડોદરા ના સુભાનપુરા વિસ્તારમાં રાજેશ ટાવર રોડ પર આવેલી વિષ્ણુ કુંજ સોસાયટીના વિભાગ નંબર એકમાં રહેતા જીગ્નેશ ભાઈ રાજપુત કે જેઓ મોડી રાત્રે પોતાનું બાઈક લઈને સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા.

તે પોતાના મિત્રના ઘરે જઈ રહ્યા હતા. આ સમયે ઝાંસીની રાણી સર્કલ પાસે કેટલાક ઢોરો રસ્તા પર ટોળું વળીને બેઠેલા હતા. આ સમયે ત્યાં સ્ટ્રીટ લાઈટ પણ બંધ હતી. આથી જીગ્નેશભાઈ નું બાઈક ઢોરોની સાથે અથડાઈ ગયું. અને તેઓ બાઈક પરથી નીચે પડી ગયા. આ ઘટના લોકો એ જોતા જ લોકો તેને મદદ કરવા દોડી આવ્યા. અને જીગ્નેશભાઈ ને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં જીગ્નેશ ભાઈ નું મૃત્યુ નીપજી ગયું હતું. આ બાબતે પરિવારને જાણ થતા પરિવાર ત્યાં દોડી આવ્યો હતો.

મૃતક જીગ્નેશ ભાઈ ની 18 વર્ષની પુત્રીએ કહે છે કે એક માત્ર તેના પિતા ઘરમાં કમાનાર વ્યક્તિ હતા. હવે તેમના પિતા નું મૃત્યુ થતાં તેનું ઘર કઈ રીતે ચાલશે. પપ્પાએ કહ્યું હતું કે તે થોડીવારમાં આવે છે તેના મિત્રના ઘરે જઈને તમે લોકો જમી લેજો. ત્યારબાદ પપ્પા ના એક્સિડન્ટના સમાચાર મળ્યા હતા. મૃતકના પરિવારજનો અને સ્થાનિક લોકો દ્વારા આ બાબતે તંત્ર સામે લાલ આંખ કરવામાં આવી છે. અને પરિવાર દ્વારા તંત્ર પાસે વળતરની માંગણી કરી હતી. અને પરિવારના કોઈ એક સભ્યને નોકરી આપવા માટેની માંગણી કરી રહ્યા છે. સાથોસાથ મ્યુનિસિપલ કમિશનર અને મેયર સામે માનવ વદનો ગુનો દાખલ કરવામાં આવે તેમ માંગણી કરી હતી.

આ બાબતે કોર્પોરેશનના વિપક્ષના નેતા અમીબેન રાવત હોસ્પિટલે પહોંચીને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. મૃતકના પરિવારજનોએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અને આ મામલે પાલિકાના જવાબદાર ગણી વળતરની માંગણી કરી રહ્યા છે. સાથોસાથ ઢોરના માલિકને પકડીને તેની સામે કડક કાર્યવાહી થાય તેવી પણ માંગણી કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *