India

શું તમે જાણો છો શા માટે બધી પારિવારિક સિરિયલો માં મોટા-મોટા અકસ્માત ના સીન કરવામાં આવે છે? કારણ કે…

Spread the love

આપણા ભારતમાં ખાસ કરીને લોકોને ટીવી સિરિયલો પસંદ હોય છે. ટેલિવિઝનમાં આવતી પારિવારિક સિરિયલો લોકોનું ખૂબ જ મનોરંજન કરતી હોય છે. અને એનો લોકો નું ખૂબ જ ધ્યાન ખેંચતી હોય છે. લોકો સીરીયલના ટાઈમ થાય એટલે બધું જ કામ પતાવીને ટેલિવિઝન સામુ બેઠી જતા હોય છે. પરંતુ ટીવી સિરિયલોની દુનિયા ટીઆરપી પર ટકેલી છે. એટલે કે શો ના મેકર્સ શો નુ રેટિંગ વધારવા એવા દાવ ખેલતા હોય છે કે લોકો શો વધુ ને વધુ જોવા આકર્ષાય છે.

ખાસ કરીને બધી જ પારિવારિક ટીવી સરીયલોમાં એક્સિડન્ટ નો કેસ એટલે કે એકસીડન્ટની ઘટના શો મેકર્સ દ્વારા કરવામાં આવતી હોય છે. ટીવી સીરીયલના કોઈ પાત્રને અકસ્માત કરાવવામાં આવે ત્યાર પછી ટીવી સિરિયલમાં આખો નવો વળાંક આવતો હોય છે. જેના કારણે લોકો ટીવી સિરીયલો તરફ ખૂબ ને ખૂબ આકર્ષતા હોય છે. એવી જ અનેક ટીવી સીરીયલ ની વાત કરવામાં આવે તો તેમાં સૌપ્રથમ અકસ્માત કરીને શો નું રેટિંગ વધારતી સીરીયલ છે અનુપમા. અનુપમા સિરિયલમાં અકસ્માત થવાના કિસ્સાઓ ખૂબને ખૂબ બનતા હોય છે.

ભાગ્ય લક્ષ્મી- ભાગ્યલક્ષ્મી સિરિયલમાં ઋષિનો ટૂંક જ સમયમાં અકસ્માત થવાનો છે. તેઓ સીરીયલ ના પ્રોમોમાં જોવા મળે છે. ઋષિના અકસ્માતને લઈને ઋષિ અને લક્ષ્મી એકબીજાની નજીક આવે તેવું આગળના એપિસોડમાં જોવા મળશે.

ગુમ હે કિસી કે પ્યાર મે- આ સીરીયલ માં પણ કઈક આવું જ જોવા મળવાનું છે. એટલે કે આગામી એપિસોડમાં સઈ નો બસ અકસ્માત થવાનો છે. સઈ ના અકસ્માતના લીધે વિરાટ ને લાગશે કે સઈ મરી ગઈ છે.

કુંડળી ભાગ્ય- આ સિરિયલમાં પણ કરણ અને પ્રીતાનો અકસ્માત થયો હતો. જેમાં કરણે અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. હવે કરણ પ્રિતા સાથે તેના મૃત્યુનો બદલો લઈ રહી હોય તેવા એપિસોડ જોવા મળે છે.

અનુપમા- અનુપમા સિરિયલમાં થોડા સમય પહેલા અનુજ નો અકસ્માત થયો. વનરાજે અનુપમાના પતિને ખાય માં ફેંકી દીધો હતો. ખાઈમાં પડવાના સાથે જ અનુજ લકવા ગ્રસ્ત થઈ ગયો હતો. હવે આગામી એપિસોડમાં આવા અનેક ડ્રામા જોવા મળશે.

ઉડારિયાન- જાસ્મીને સિરિયલ ઉડારિયામાં તેની બહેન, પતિ અને સાળાની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જાસ્મિનની બેવકૂફીને કારણે દરેક જણ ખરાબ રીતે ઘાયલ થયા હતા.

બડે અચ્છે લગતે હૈ 2- આ સિરિયલમાં રામ અને પ્રિયા બંને હોસ્પિટલના નાટકનો ભાગ છે. પહેલા રામ ના કારણે પ્રિયાનો જીવ જોખમ હતો. બાદમાં રામનો પણ અકસ્માત થયો હતો.

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ- આ સિરીયલમાં તો અકસ્માતના કિસ્સાઓ વારંવાર બનતા જ હોય છે. થોડા સમય પહેલા જ અભિનેતા અભિમન્યુ સાથે આગમાં લપેટાઇટ જવાની ઘટના બની હતી. આ કારણોસર એપિસોડમાં તેના હાથને થોડી ઇજાઓ થઈ તેવું બતાવવામાં આવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *