રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર અનેક ફની વિડિયો અને અનેક ભાવુક વિડીયો વાયરલ થતા હોય છે. કે જેને જોઈને આપણે પણ ચોકી ઉઠતા હોઈએ છીએ. ખાસ કરીને આપણા સમાજમાં ભગવાન બાદ જો કોઈ વ્યક્તિનું સ્થાન આવે છે તો તે સ્થાન છે આપણા માતા-પિતા નું. આપણા માતા-પિતા આપણા માટે કંઈ પણ કરી શકવા તૈયાર હોય છે. માતા-પિતા એવા છે કે જે તેના બાળકો ને એક ઊંચાઈ ઉપર પહોંચતા જોઈને તે સૌથી વધુ ખુશી અનુભવતા હોય છે.
અને બાળકના પેટનો ખાડો પુરવા માટે કઈ પણ કરી શકતા હોય છે. એવો જ એક વિડિયો હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા એક બળદ ગાડું ખેંચી રહી છે. બળદગાડામાં માત્ર ગાડુ હોય છે. અને બળદની જગ્યાએ મહિલા તે ગાડાને ખેંચી રહી હોય છે. અને તે ગાડામાં કેટલો સામાન ભરેલો હોય છે. અને તેની સાથે તેની એક દીકરી પણ બેસેલી હોય છે.
જાણવા મળ્યું કે આ મહિલાનું નામ લક્ષ્મી હતું. કે જે રાજસ્થાનના સારંગપુરની રહેવાસી હતી. આ મહિલાએ એક બાઈક સવાર વ્યક્તિ સાથે વાત કરતા કહ્યું કે તેના પતિનું બે વર્ષ પહેલા અવસાન થઈ ચૂક્યું છે. તે લોકોને પતિનું પેન્શન પણ મળતું નથી. અને બે સમયનું ખાવાનું પણ ભેગું કરી શકતા નથી. મહિલા ને ચાર નાના બાળકો છે. તે પોતાના બાળકોનું ઘર ચલાવવા માટે ઘંટડી ની ગાડી ખેંચવાનું કામ કરે છે. અને રહેવા માટે ઘર પણ નથી. જ્યારે આ મહિલા રાજગઢ ના પાંચોર થી 15 કિલોમીટર દૂર આવી હતી.
दो वक्त की रोटी के लिए विधवा मां बनी बैल, बच्चों को बैलगाड़ी में बिठाकर पैदल तय किया सफर #Rajgarh #MPNews #MadhyaPradesh https://t.co/2zW3oAhNSa pic.twitter.com/blAEZSwS6Z
— Amar Ujala (@AmarUjalaNews) September 21, 2022
ત્યારે રસ્તામાં આજુબાજુથી ઘણા વાહનો પસાર થઈ રહ્યા હતા. અને તે બળદગાદાને ખેંચીને લઈ જઈ રહી હતી. જેમાં બે બાઇક સવાર વ્યક્તિ માહિતી મેળવતા હતા. તેને કહ્યું કે તે પંદર કિલોમીટર દૂરથી આવી છે. અને હજી 15 કિલોમીટરનું અંતર કાપવાનું બાકી છે. આ બધી વાત મહિલાએ રડતા રડતા જણાવી હતી. અને તે કહી રહી હતી કે તે બળદ ગાડાને ખેંચીને સારંગપુર લઈ જઈ રહ્યા છે.
ત્યારબાદ તે બાઈક સવારે મહિલાના બળદ ગાડાને પોતાની બાઈક સાથે બાંધી દીધું હતું. અને ત્યારબાદ મહિલાની મદદ કરતા જોવા મળ્યા હતા. આ વિડીયો જોઈને લોકો આ મહિલા ની હિંમત ના ખૂબ જ પસંદ કરી રહ્યા છે. અને સાથો સાથ મહિલા પ્રત્યે સહાનુભૂતિ પણ દર્શાવી રહ્યા છે. આ વિડીયો લોકોને ખૂબ જ ભાવુક કરી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!