આ વ્યક્તિ પેટ્રોલ પમ્પ પર બુલેટ ની ટાંકી હાથ મા લઈને પેટ્રોલ પુરાવા આવ્યા. જુગાડ જોઈને માથું પકડી લેશે..જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર રોજબરોજ અનેક આવનવા વિડીયો વાયરલ થતા હોય છે. ક્યારેક ક્યારેક આપણે પણ વિચારમાં પડી જઈએ કે આ શું થઈ રહ્યું છે. કાનપુર થી હાલ એવો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં પૂર્વ કાઉન્સિલર સુશીલ કુમાર નામના વ્યક્તિએ પેટ્રોલ પંપ પર બુલેટ ગાડીની ટાંકી હાથમાં લઈને આવ્યા. અને તેમાં પેટ્રોલ પુરાવા નજરે ચડ્યા હતા.
આ વિડીયો ટ્વીટર નામ હેન્ડલ ઉપર શેર કરવામાં આવેલો છે. જાણવા મળ્યું કે પૂર્વ કાઉન્સિલ સુશીલ કુમાર પહેલા પેટ્રોલ પંપ ઉપર બોટલ લઈને પેટ્રોલ પુરાવા આવ્યા હતા. પરંતુ પેટ્રોલ પંપવાળાએ બોટલમાં પેટ્રોલ આપવાની ના પાડી દીધી. અને સુશીલ કુમારના મિત્રને અકસ્માત નડ્યો હોય તેનું પેટ્રોલ ખાલી થઈ ગયું હોવાથી તે બોટલમાં પેટ્રોલ ભરાવા માંગતા હતા..જુઓ વિડીયો.
कानपुर में पेट्रोल खत्म होने पर बुलेट की टंकी लेकर पंप पर पहुंच गए पूर्व पार्षद। pic.twitter.com/hx6FYbtWqX
— abhishek kumar agnihotri (@abhishe19913644) August 16, 2022
પરંતુ પેટ્રોલ પંપવાળાએ બોટલમાં પેટ્રોલ આપવાની ના પાડવાની કારણે તે પોતાના મિત્રની ગાડી બુલેટ ગાડી માંથી પેટ્રોલની ટાંકી ઉઠાવી લાવ્યા. અને ડાયરેક્ટ પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવતા નજરે ચડ્યા હતા. આ વીડિયોમાં જોવા મળે છે તેમ એક ભાઈ તે સુશીલકુમાર સાથે વાતો કરી રહ્યા છે. અને પેલા પેટ્રોલ પંપવાળા સાથે વાતો કરી રહ્યા છે. અને કહે છે કે શું તમે બોટલમાં પેટ્રોલ નથી આપતા તો તે પેટ્રોલ પંપવાળા પણ ના પાડતો જોવા મળે છે.
આ વીડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે કારણ કે આવા ગજબના જુગાડતો માત્ર ભારતમાં જોવા મળતા હોય છે. લોકો આ વિડીયો જોઈને અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો કહે છે કે આ પેટ્રોલ પંપ વાળા એ જે કર્યું તે સારું કર્યું. કારણ કે બોટલમાં પેટ્રોલ આપવું ન જોઈએ. તો કેટલાક લોકો કહે છે કે એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય તો બોટલમાં પેટ્રોલ આપવું જોઈએ. આમ વીડિયોમાં અવનવી પ્રતિક્રિયાઓ જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!