Categories
Entertainment

આ વ્યક્તિ છે એટલો બધો અમીર કે તેમની પાસેની સંપતિ જાણીને અંબાણી ના પણ હોશ ઊડી ગયા…38 વિમાન ,300 કાર અને સાથે…. જાણો વિગતે

Spread the love

જ્યારે પણ વિદેશી રાજઘરો ની વાત થાય છે ત્યારે બ્રિટન ની રોયલ ફેમિલી , બ્રુનોઇ ના સુલતાન, સઉદી ના શાહી પરિવાર સહીત ના ઘણા અન્ય રાજ પરિવારો ની પણ વાત આવે છે. ત્યારે આજે અમે તમને દુનિયાના એવા અમીર રાજા વિષે વાત કરવા જય રહયા છે કે જે રાજાની પાસે 3.2 લાખ કરોડ ની સંપત્તિ છે. આ રાજા બહુ જ આલીશાન અને લકઝરી લાઈફ જીવે છે. આ રાજાની અમીરી નો અંદાજ આ વાત થી લગાવી શકાય છે કે તેમની પાસે 38 હવાઈ જહાજ અને સેંકડો ની સંખ્યામાં મોંઘી કરો છે.

આ રાજા ના વ્યક્તિત્વ બાદ તેના નામ ને જાણશો તો તમારા પણ હોશ ઉડી જશે, આ અમીર રાજા થાઈલેન્ડ ના કિંગ રામા X છે. જેમનું અસલી નામ કિંગ મહા વજીરાલોન્ગકોર્ન છે. ફાઇનૅન્શિયલ ટાઈમ્સ અનુસાર થાઈલેન્ડ ના શાહી પરિવાર ની સંપત્તિ $40 બિલિયન એટલે કે 3.2 લાખ કરોડ થી પણ વધારે હોવાનું અનુમાન છે. અને આથી જ તેમની ગણતરી દુનિયાના સૌથી અમીર રાજાઓમાં થાય છે. થાઈલેન્ડ ના આ રાજા કિંગ મહા વજીરાલોન્ગકોર્ન ની સંપત્તિ પુરા દેશભરમાં ફેલાયેલી જોવા મળી આવે છે.

કિંગ રામા X ની પાસે થાઈલેન્ડ માં 6560 હેક્ટર જમીન છે. જેમાં દેશભરમાં 40,000 ભાડે જોવા મળી આવે છે. જેમાં રાજધાની બેન્કોક માં 17000 કોન્ટ્રેક્ટ શામિલ છે. આ જમીનો પર મોલ, હોટલ સહીત ની ઘણી સરકારી બિલ્ડીંગ છે. બતાવવામાં આવી રહ્યું છે કે કિંગ મહા વજીરાલોન્ગકોર્ન ની થાઈલેન્ડ માં બીજા સૌથી મોટા બેન્ક સિયામ કમર્શિયલ બેંકમાં 23 ટકા ની હિસ્સેદારી છે. અને દેશના સૌથી મોટા ઔદ્યોગિક સમૂહ સિયામ સિમેંટ સમૂહ માં 33.3 ટકા હિસ્સેદારી છે. તમને જણાવી દઈએ કે થાઈલેન્ડ ના રાજા ના મુગટ માં જોવા મળતા રત્નોમાં એક 545.67 કેરેટ નો ભૂરા ગોલ્ડન રંગનો જ્યુબલી હીરો પણ છે.

જે દુનિયાના સૌથી મોટા અને મોંઘા હીરામા ગણાય છે. દ ડાયમંડ અથોરીટી એ આની સાચી કિંમત 98 કરોડ રૂપિયા આંકી છે. થાઈલેન્ડ ના રાજાની પાસે જેટલી સંપત્તિ છે તેટલા જ તેમના શોખ પણ ઊંચા છે. ફાઇનૅન્શિયલ ટાઈમ્સ અનુસાર થાઈલેન્ડ ના રાજાની પાસે 21 હેલીકૉપટર સહીત 38 ઍરક્રાફ્ટ છે. જેમાં બોઇંગ, એયરબસ વિમાન અને સુખોઇ સુપરજેટ પણ શામિલ છે. આની ખાસ વાત એ છે કે એરકરાફ્ટ ના ફ્યુલ અને મેટનેન્સ પર વર્ષના 524 કરોડ રૂપિયા ખર્ચ થઇ જાય છે.ત્યાં જ થાઈલેન્ડ ના કિંગ ની પાસે કરો પણ બહુ જ તગડું કલેક્શન જોવા મળી આવે છે.

જેમાં લિમોસીન , મર્સીડીઝ બેન્ઝ સહીત ની 300 કરતા વધારે મોંઘી કાર જોવા મળી આવે છે. આના સિવાય રોયલ બોટ રાજપરિવાર ની સૌથી જૂની નિશાની છે. આ શાહી નાવ ની સાથે 52 અન્ય નાવો નું પણ મોટું ચલણ જોવા મલી જાય છે. દરેક નાવો માં સોના નું નકશીકામ કરવામાં આવ્યું છે અને તેને સૂફનાંહોંગ કહેવાય છે. થાઈલેન્ડ ના રાજા નો શાહી મહેલ બહુ જ ભવ્ય પેલેસ છે. જે 23,51,000 સ્ક્વાયર ફૂટમાં ફેલાયેલ છે. આ 1782 માં બનીને તૈયાર થયું હતું. પરંતુ કિંગ રામા X આ શાહી મહેલ માં નહોતા રહેતા. આ મહેલમાં ઘણી સરકારી ઓફિસો અને મ્યુઝીયમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *