આ વ્યક્તિ એ જંગલ ના રાજા ને લાકડી લઇ ને ભગાડવાની કોશિશ કરી પરંતુ સિંહ અચાનક થંભી ગયો જે થયું તે જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા ઉપર આપણને જંગલી પશુ, પ્રાણી ના અનેક વિડીયો જોવા મળતા હોય છે. આપણે લોકોને ખ્યાલ છે તેમ જો કોઈને સિંહ દર્શન કરવા હોય તો ખાસ કરીને આપણા ગુજરાતનો ગીર વિસ્તાર જાણીતો છે. વિશ્વમાં માત્ર બે જ જગ્યાએ સિંહ દર્શન કરી શકાય છે એક આપણા ગુજરાતમાં અને બીજું આફ્રિકાના જંગલમાં.
આપણે રોજબરોજ સિંહના અનેક વિડિયો જોતા હોઈએ છીએ. આપણા ગુજરાતમાં તો ક્યારેક સિંહ માનવ વસ્તીમાં પણ આવી ચડતો હોય છે. પરંતુ આ એક સિંહનો વિડીયો હાલ સામે આવેલો છે જેમાં એક વ્યક્તિ સિંહની પાછળ લાકડી લઈને પડેલો જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે તેમ એક સિંહ જંગલમાં હોય છે અને એક વ્યક્તિ તેને પાછળ લાકડી લઈને દોડતો જોવા મળે છે.
વીડિયોમાં જોવા મળે છે એક વ્યક્તિ જંગલમાં હાથમાં લાકડી લઈને જંગલના રાજાનો પીછો કરી રહ્યો છે, એટલે કે તે વ્યક્તિ સિંહને ડરાવી તેની પાછળ દોડી રહ્યો છે. અને સિંહ પણ ભાગી રહ્યો છે પરંતુ થોડી જ વારમાં તમે જોશો કે સિંહ અચાનક થંભી જાય છે અને પાછળ વળીને વ્યક્તિ તરફ તાકી રહે છે. પરંતુ જેવો તે વ્યક્તિ ફરીથી લાકડી બતાવે છે કે તરત જ સિંહ ફરીથી ભાગવા લાગે છે.
આ વિડીયો જોઈને લોકો અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. ક્યારેક ક્યારેક આવા વ્યક્તિઓ સિંહની સાથે રોજબરોજ રહેતા હોય છે અને સિંહને દેખભાળ પણ રાખતા હોય છે આથી સિંહ આવા વ્યક્તિઓ જેમ કહે તેમ તે પ્રમાણે વર્તન પણ કરતા હોય છે. એટલે કદાચ આ વીડિયોમાં જોવા મળતો સિંહ આ વ્યક્તિનો પાલતુ હશે આથી સિંહ તેને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડતો નથી. આવો ડરામણો વિડીયો ભાગ્યે જ જોવા મળતો હોય છે.
View this post on Instagram
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!