India

સમગ્ર ભુ-મંડળ નું ૐ આકાર નું પ્રથમ મંદિર ભારત માં આ જગ્યા એ બની રહ્યું છે..ફોટા જોઈ ને ધન્ય થઇ જશે..જુઓ ફોટા.

Spread the love

હાલ શ્રાવણ મહિનો ચાલે છે. એવામાં ભારતના તમામ લોકો ભગવાન શંકરની ભક્તિમાં લીન થઈ ગયેલા જોવા મળે છે. ભારતમાં ઠેર ઠેર અનેક વિસ્તારોમાં ભગવાન શંકરના મંદિરે ભક્તોને લાંબી લાઈનો લાગતી જોવા મળે છે. હાલ એક એવું મંદિર બની રહ્યું છે કે જેને જોઈને તમે પણ ધન્યતા અનુભવશો. કહેવાય છે કે આ મંદિર આખા ભુમંડળમાં પહેલું વહેલું મંદિર હશે. મંદિરની ખાસિયત એ છે કે આ મંદિર ઓમ આકૃતિ ના શેપ દ્વારા બનાવવામાં આવી રહ્યું છે.

વધુ વિગતે જાણીએ તો જોધપુર શહેરથી લગભગ 71 km દૂર જાડન ગામમાં ઓમ આકારનું ભગવાન શંકર નું ભવ્ય મંદિર તૈયાર થઈ રહ્યું છે. અઢીસો એકરમાં ફેલાયેલા આ મંદિર નું નિર્માણ ઘણા સમયથી શરૂ છે. ધીમે ધીમે હવે તેનું આકાર ઓમ માં પરિવર્તન થઈ રહેલો દેખાય છે. કહેવાય છે કે વર્ષ 2024 થી 25 સુધીમાં આ મંદિરનું નિર્માણ સંપૂર્ણપણે પૂરું થઈ જશે. સ્વામી મહેશ્વરા નંદનો દાવો છે કે આખા ભુમંડળ પર ૐ આકૃતિના પહેલુ મંદિર હશે. આ મંદિરના શિલાન્યાસ વર્ષ 1995 માં થયો હતો.

ઓમ આકારના મંદિરના ફોટા જોઈને તમે પણ ધન્યતા અનુભવા લાગશો. કારણકે ભગવાન શંકર નો મહિમા જ અપરંપાર છે. ખાસ કરીને શ્રાવણ મહિના દરમિયાન આખો મહિનો ભક્તો ભગવાન શંકરની પૂજામાં લિંન થઇ જતા હોય છે. આ મંદિરની વિશેષતા ની વાત કરીએ તો આ મંદિર તૈયાર થતા ની સાથે જ તેમાં 12 જ્યોતિર્લિંગ જોવા મળશે. અને ભગવાન શંકરને 1,008 મૂર્તિઓ લગાવવામાં આવશે. આ મંદિરનું શિખર લગભગ 135 ઊંચું છે. મંદિર પરિસરમાં 108 કક્ષ બનાવવામાં આવશે. અને આ સમગ્ર મંદિર પરિસરને 2000 જેટલા સ્તંભ પર ઊભું કરવામાં આવેલું છે.

આ મંદિરના નિર્માણમાં લગભગ 400 થી પણ વધારે મજૂરો કામે લાગેલા છે. મંદિરની અન્ય વિશેષતા ની વાત કરવામાં આવે તો મંદિરના ઉપરના ભાગમાં સ્ફટિકના શિવલિંગથી મંદિર તૈયાર કરવામાં આવશે. અને ઉપરના ભાગમાં બ્રહ્માંડની આકૃતિ જેવો શેપ પણ આપવામાં આવશે. મંદિરને નિર્માણ માટેના પથ્થર ધૌલાપુરી ની બંસી પહાડીમાંથી લાવવામાં આવી રહ્યા છે. આ મંદિર પરિષર ની નીચે બે લાખ ટન ની એક ટાંકી પણ બનાવવામાં આવશે. ઓમ આકૃતિની મંદિરની વચ્ચોવચ ગુરુ માધવાનંદજીની સમાધિ બનાવવામાં આવશે.

રાજસ્થાનમાં નિરમાણ પામી રહેલું આ મંદિર રાજસ્થાનના પાલેજ જિલ્લાના ગામ નેશનલ હાઇવે 62 પર આવેલું છે. અને તે જોધપુર એરપોર્ટથી લગભગ 71 કિલોમીટર દૂર આવેલ છે. આમ વર્ષ 2024-25 માં લગભગ આ મંદિર સંપૂર્ણપણે ખુલ્લું મૂકી દેવામાં આવશે. તેવી માહિતી મળવા પામી છે. લોકો ફોટા જોઈને ધન્યતા અનુભવે છે. ભક્તો ને ભગવાન શંકર પર અપરંપાર શ્રદ્ધા હોય છે. ખાસ તો શ્રાવણ મહિનામાં લોકો કેદારનાથ અને અમરનાથની યાત્રાએ ભગવાનના દર્શન કરવા જતા હોય છે. ભક્તો આ યાત્રામાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરે છે. પરંતુ ભગવાન શંકરની ભક્તિમાં લીંન થઈને આગળ વધીને ભગવાનના દર્શને પહોંચતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *