રખડતા ઢોર નો ત્રાસ! બાળક માતા ના ગર્ભ માંથી બહાર આવી ને દુનિયા જોવે તે પહેલા જ ગર્ભ માં બાળક નું મોત ઢોરે અડફેટે લેતા,
છેલ્લા ઘણા સમયથી આપણા ગુજરાતમાં રખડતા ઢોરોના પ્રશ્નો અવારનવાર સામે આવતા જ રહે છે. રખડતા ઢોરનો એટલો બધો ત્રાસ વધી ગયો છે કે લોકો આનાથી હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. ગુજરાતમાં ઘણા લોકોએ રખડતા ઢોરને અડફેટે આવીને પોતાનો જીવ પણ ગુમાવી દીધો છે. પરંતુ તંત્ર દ્વારા આ બાબતે કોઈ ખાસ નકર પગલાં લેવામાં આવતા હોતા નથી.
પરિવાર અને જાહેર જનતા દ્વારા ઘણો બધો વિરોધ કરવામાં આવી રહ્યો હોવા છતાં તંત્ર હજુ ગાઢ નિંદ્રામાં સુતી હોય તેવું જ લાગી રહ્યું છે. એવામાં વડોદરાથી જે ઘટના સામે આવી છે તે દર્દના ઘટના સાંભળીને ચોકી જશે. જાણવા મળ્યું કે વડોદરા જિલ્લામાં સલાટ વાડા વિસ્તારમાં આ ઘટના બની હતી. જ્યાં મનીષા નામની એક મહિલા રખડતા ઢોરના અર્ફેટે ચડી હતી.
જાણવા મળ્યું કે મનીષા ગર્ભવતી મહિલા હતી. એટલે કે તેના પેટમાં બાળક હતું. મનીષા ઢોરના અડફેટે ચડતા ઢોરે તેને ગંભીર ઇજા ઓ પહોંચાડી હતી. જેના કારણે મનીષા ના પેટ, પેઢા અને ગુપ્તાંગના ભાગે ગંભીર ઇજા ઓ થઈ હતી. આ ઘટના ની જાણ તેના પરિવારને થતા પરિવારે તાત્કાલિક હોસ્પિટલ મનીષાને સારવારે ખસેડી હતી. જ્યાં ડોક્ટરોએ તપાસ કરીને પરિવારને ચોંકાવી દેનારા સમાચાર આપ્યા.
એટલે કે મનીષાના પેટમાં જે બાળક હતું તે બાળક ગર્ભમાં તો મૃત્યુ પામ્યું હતું. ઢોરે એટલી બધી ઈજાઓ પહોંચાડી હતી કે ગર્ભમાં રહેલું બાળક જ મૃત્યુ પામી ગયું. આ બાદ પરિવાર ખૂબ જ દુઃખી થઈ ગયો હતો. અને પરિવાર એ બીક ને કારણે કોઈ પોલીસ ફરિયાદ પણ કરી ન હતી. પરંતુ બીજી તરફ સ્થાનિક લોકોમાં આ બાબતે ખૂબ જ રોષ ફાટી નીકળ્યો હતો. અને ઢોરના માલિકો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. હજુ તો બાળક માતાના ગર્ભમાંથી દુનિયા જોવે તે પહેલા જ તેનું મૃત્યુ થઈ જતા પરિવારના લોકો માથે મહામુસીબત આવી પડી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!