દર્દનાક મોત ! મોપેડ ચાલક યુવતી ને ટ્રકે અડફેટે લેતા 25 ફૂટ દૂર ફંગોળાય, પ્રોફેસર યુવતી આખરે મોત ને ભેટી…
લોકો ની એક બેદરકારીને લીધે ક્યારેક નિર્દોષ વ્યક્તિઓ ના જીવ ચાલ્યા જાય છે. ગુજરાત ના સુરત સીટી માંથી એક દર્દનાક અકસ્માત ની ઘટના સામે આવી છે. જેમાં મોપેડ ચાલક એક યુવતી નું ટ્રક સાથે અથડામણ થતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા યુવતી ના ગામમાં અરેરાટી ફેલાય ગઈ હતી. આ ઘટના માં યુવતી તેના પિતા સાથે મોપેડ માં જતી હતી.
વધુ માહિતી માં જાણવા મળ્યું કે, વાલોડ તાલુકા ના ધામોદલા ગામ માં રહતી સ્નેહલતા ચૌધરી જે નિશાળ ફળિયામાં રહેતી અને ઉમરપાડા માં પ્રેફેસર ની નોકરી કરતી હતી. તે તેના પિતા સાથે મોપેડ માં વાંસફુઈ ના પેટ્રોલ પંપ પર જય રહી હતી. પેટ્રોલપમ્પ પર જવા માટે તેણૅ ટર્ન લીધો. પરંતુ, અચાનક એક ટ્રકે તેને પાછળથી ટક્કર મારી દીધી. ટ્રક ચાલકે ટ્રક ને ધીમી પણ નો પાડી. અને તેને ટક્કર મારી દીધી.
ટક્કર લગતા યુવતી નું મોપેડ ટ્રક ની સાથે રસ્તા પર ઢસડાયું હતું. અને 25 ફૂટ દૂર ચાલ્યું હતું. આ અકસ્માત માં યુવતી ને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું મૃત્યુ થયું હતું. અને તેના પિતા નિ હાલત ગંભીર છે. આ ઘટના ના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. આ ઘટના માં પોલીસે ટ્રક ડ્રાયવર સામે ગુનો નોંધ્યો હતો. ટ્રક ડ્રાયવર ટક્કર લગતા ફરાર થઇ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!