Gujarat

હવામાન વિભાગ ની આગાહી ગુજરાત મા પડી શકે કમોસમી વરસાદ જાણો વધુ વીગતે.

Spread the love

ઉનાળા ની કાળઝાળ ગરમી વચ્ચે લોકો માટે એક રાહત ના સમાચાર કહી શકાય. હવામાન વિભાગે ગુજરાત મા બે દિવસ માટે કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરી છે. લોકો ગરમી બચવા માટે વોટર-પાર્ક, બાગ બગીચા વગેરે જેવી જગ્યાઓ પર ખાસ નજરે ચડે છે એવા માં હવામાન વિભાગે એક રાહત ના સમાચાર આપ્યા અને ગુજરાત માં બે દિવસ માટે વરસાદ પડે તેવી સંભવનાઓ વ્યક્ત કરી છે.

વરસાદ પડે તો લોકો ને ગરમી થી આંશિક રાહત મળી શકે પરંતુ વરસાદ ની આગહી એ ખેડૂતો ની ચિંતામાં વધારો કરી દીધો છે. વરસાદ ની આગાહી ને લઈને ખેડૂતો પોતાના ઉનાળુ પાક ને લય ને ખુબ જ ચિંતા માં મુકાય ગયા છે. હવામાન વિભાગ ના જણાવ્યા મુજબ આગામી બે દિવસ એટલે કે બુધવાર અને ગુરુવારે 20-21 તારીખ ના રોજ ગુજરાત માં વરસાદ પડવાની સંભાવનાઓ જોવા મળે છે.

હવામાન વિભાગે આગામી બે દિવસ ગુજરાત ના અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, બનાસકાંઠા સહીત ઉત્તર ગુજરાત માં વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે. ઉપરાંત ગાંધીનગર, અમદાવાદ, દાહોદ,વડોદરા જેવા જિલ્લા ઓ માં ઠંડક રહે તેવી સંભાવનાઓ હવામાન વિભાગે વ્યકત કરી છે. સાથોસાથ હવામાન વિભાગે ખેડૂતો ને પોતાના પાક ને યોગ્ય જગ્યા એ રાખવાની સલાહ પણ આપી છે.

વરસાદ ની આગાહી ને લય ને ગુજરાત ના અમુક વિસ્તારો માં ઠંડક ભર્યું વાતાવરણ જોવા મળશે. અને ગરમી થી લોકો ને આંશિક રાહત મળશો. હાલમાં સમય માં ગુજરાત માં ગરમી નો પારો 41-42 ડિગ્રી સુધી ઊંચો નોંધાય રહ્યો છે. એવા માં વરસાદ પડવાથી હવામાન મા થોડાક દિવસો માટે પારો નીચે રહે તેવી સંભાવનાઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *