ગોંડલ માં ડબલ મર્ડર સાથે ખૂની હોળી! બંને મર્ડરનું કારણ જાણી ચોકી જાસો ભાઈએ જ પોતાની…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં દેશ અને રાજ્યની કાયદા વ્યવસ્થા સામે ઘણા પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે કારણ કે એક પછી એક જે રીતે હત્યા ના બનાવો સામે આવે છે તેના કારણે આખા રાજ્યમાં ચિંતા અને શોક નો માહોલ છવાઇ ગયો છે. નાની નાની બાબત ને લઈને શરૂ થયેલ ઝઘડો આગળ વધીને હત્યા જેવા આકરા પરિણામ ધારણ કરે છે જેના કારણે વ્યક્તિ ની સમજદારી પર પ્રશ્ન ઉદભવે છે.
આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં હોળી નો પવિત્ર સમયગાળો ચાલી રહ્યો છે જેમાં વૃદ્ધ અને બાળકો દરેક લોકો ધૂમ ધામથી આ પર્વ નો આનંદ લઇ રહ્યા છે પરંતુ એક તરફ જ્યાં લોકો રંગો વાળી હોળી રમી રહ્યા છે તો બીજી તરફ ગોંડલ માં ડબલ મર્ડર સાથે લોહિયાળ હોળી રમવામાં આવી છે.
જણાવી દઈએ કે હોળીના દિવસે ગોંડલ માં બે મર્ડર અંગે માહિતી મળી જે પૈકી પહેલું મર્ડર શહેરના મોવિયા રોડ ખાતે ફૂલવાડી કોમ્પ્લેક્ષ નજીક બન્યો હતો કે જ્યાં એક યુવક ની લાશ મળી આવતા ચકચાર મચી ગયો હતો પરંતુ પોલીસ દ્વારા હત્યા ના આરોપી ની તુરંત અટકાયત કરવામાં આવી હતી જો વાત આ મર્ડર અંગે કરીએ તો હત્યા પ્રેમ સંબંધ લઈને કરવામાં આવી હતી જ્યાં મૃતક યુવક ને એક પરણિત મહિલા સાથે પ્રેમ સંબંધ હતો જેની જાણ થતાં મહિલા ના પતિએ મિત્ર સાથે આ યુવક ની હત્યા કરી હતી.
જ્યારે વાત બીજા મર્ડર અંગે કરીએ તો આ બનાવ ગોંડલ ના ફૂલવાડી ચોકનો છે કે જ્યાં એક યુવક નો મૃત દેહ મળી આવ્યો હતો જો વાત મૃતક યુવક અંગે કરીએ તો તેનું નામ કેશુભાઈ હકુભાઇ પરમાર છે કેજે ગોંડલ ના ગુંદાળા ચોકડી પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો. અહી નાની એવી બાબત માં એક ભાઈએ બીજા ભાઈની હત્યા કરી હતી.
જણાવી દઈએ કે મૃતક યુવક કેશુભાઈ હકુભાઇ પરમાર નો હત્યારો બીજું કોઈ નહીં પરંતુ તેના જ મોટાભાઈ ભીખા ભાઈ છે. કેશુભાઈ અને ભીખા વચ્ચે બકરાના ચારા ને લઈને ઝઘડો થયો અને જોત જોતામા ઝઘડો વધી જતા ભિખાએ લાકડાના ધોકા વડે કેશુભાઈ નાં માથાના ભાગે હુમલો કરતા તેની હત્યા થઈ હતી જે અંગે કેશુભાઈના પત્ની શોભનાબેને પોલીસ ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે. જણાવી દઈએ કે કેશુભાઈ ને 10 વર્ષ નો બાળક પણ છે.