બેફામ થયેલા ડમ્પરે બે યુવાનો ને અડફેટે લઇ ને, ઢસડીને દૂર લઇ ગયું એક યુવાન ડમ્પર માં જ…જાણો વિગતે.
ગુજરાત માં રોજબરોજ અકસ્માત ના કિસ્સાઓ સામે આવતા જ રહે છે. અને લોકો મૃત્યુ ને ભેટતા રહે છે. ફરી એકવાર સુરત માંથી અકસ્માત ની ઘટના સામે આવી છે. એક પુરઝડપે આવી રહેલા ડમ્પરે બે યુવક ને ઉડાડી દેતા બન્ને યુવકો ના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા છે. અકસ્મત એટલો જોરદાર હતો કે યુવક નુ સ્કૂટર પણ ડમ્પર માં ફસાય ગયું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરત ના દેવધ ગામ પાસે મિલ માં કામ કરતા બે યુવાનો મિલ થી છૂટી ને ઘરે જતા હતા. આ દરમિયાન બને યુવાનો રસ્તો ઓળંગતા સમયે એક પુરઝડપે ડમ્પર આવ્યુ અને બન્ને ને સ્કૂટર સાથે અડફેટે લઇ લીધા હતા. અકસ્માત એટલો ભયંકર રીતે થયો કે એક યુવાન ને ડમ્પર પોતાની સાથે ઢસડીને દૂર સુધી લઇ ગયું અને ત્યારબાદ સ્કૂટર ડમ્પર માં ફસાય ગયું હતું.
આ બાબત ની જાણ પોલીસ ને કરવામાં આવી હતી. પરંતુ પોલીસ પણ ત્રણ કલાક સુધી પહોંચી ના હતી. જાણવા મળ્યું કે, જ્યાં અકસ્માત સર્જાયો તે હદ બે પોલીસ સ્ટેશન માંથી ક્યાં પોલીસ સ્ટેશન ની હદ માં આવે છે તે બાબતે પોલીસ માં અસમંજસ હતો. પરંતુ, ગોડાદરા પોલીસ ની હદ નો આ વિસ્તાર હોય તે બાબતે સ્પષ્ટ થતા ગોડાદરા પોલીસે આ બાબતે કેસ નોંધી તે તપાસ હાથ ધરી હતી.
બન્ને ના મૃતદેહો પણ કલાકો સુધી ઘટનાસ્થળ પર જ પડ્યા હતા. મરનાર યુવાનો ના નામ શિવા ચાંડક (28-વર્ષ) અને અનિરુદ્ધ શર્મા (27-વર્ષ) છે. બન્ને નાની ઉમર માં મૃત્યુ પામતા પરિવાર માથે દુઃખો નો પહાડ તૂટી પડ્યો હતો. બન્ને પલસાણા માં આવેલી નિટ્સ મિલ માં માર્કેટિંગ નુ કામ કરતા હતા. લોકો એ બેફામ દોડી રહેલા ડમ્પરો સામે કાર્યવાહી ની માંગ કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!