ગમખ્વાર અકસ્માત માં ઉકાભાઇ ની નજર સામે પત્ની અને દીકરી ને ભરકી ગયો કાળ! કાળજું કંપાવે તેવી પિતા ની વેદના,
રોજબરોજ અકસ્માત થવાના અનેક બનાવો સામે આવતા હોય છે. ક્યારેક ક્યારેક એવા અકસ્માત થતા હોય છે કે પરિવારના એક સાથે બધા સભ્યોના મોત નીપજી જતા હોય છે અને આખેઆખો પરિવાર તબાહ થઈ જતો હોય છે. એવી જ એક ઘટના હાલ સામે આવી હતી કે જેમાં એક લક્ઝરી બસ અને એક ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માત વડોદરા શહેરના કપૂરાઈ ચોકડી નજીક થયો હતો.
જેમાં અકસ્માત એટલો ગંભીર હતો કે તેનો અવાજ અડધો કિલોમીટર દૂર 108 ની ટીમના સ્ટાફને પણ સંભળાયો હતો. આ અકસ્માતમાં છ લોકોના મોત નીપજી ગયા હતા અને 17 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તમામને સારવાર અર્થે વડોદરા ની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે એક પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
આ અકસ્માતમાં સુરત જિલ્લામાં વસવાટ કરતા ઉકાભાઇ નાઈ જેની ઉંમર 50 વર્ષ છે તે અને તેની પત્ની શાંતિ દેવી તેની દીકરી ના શ્રીમંતમાં રાજસ્થાનના બાસવાડામાં ગયા હતા. દીકરીનું શ્રીમંત પતાવીને ઉકાભાઇ નાઈ તેની પત્ની શાંતિ દેવી અને દીકરી સુનીતા બસમાં પરત ફરી રહ્યા હતા. દીકરી સુનીતાના શ્રીમંત પછી તેને આઠ માસનો ગર્ભ હતો. પરંતુ આ ગંભીર અકસ્માતમાં ઉકાભાઇ ના પત્ની શાંતિ દેવી અને તેની દીકરી સુનીતા નું દર્દનાક રીતે મોત નીપજ્યું હતું.
ઉકાભાઇએ કહ્યું કે તે તેની પત્ની અને તેની દીકરી ને બચાવી ન શક્યા. તે કહે છે કે તેને તેની નજરની સામે તેની પત્ની તેની દીકરી અને તેને દીકરીના પેટમાં રહેલું બાળક મૃત્યુ પામ્યું. આ ઘટનાની જાણ સુરત રહેતા તેના પરિવાર અને તેના બે પુત્રોને થતાં તે લોકો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પિતાને સાંત્વના પાઠવી રહ્યા હતા. આમ એક જ પરિવારના બે સભ્યો મૃત્યુ પામતા પરિવારમાં ભારે દુઃખોના વાદળો છવાઈ ચૂક્યા હતા.
ઉકાભાઇ નાય ની હાલત પણ ગંભીર થઈ ચૂકેલી હતી અને તે પોતાની દીકરી અને પત્નીને ન બચાવી શક્યા તેનો તે અફસોસ વ્યક્ત કરી રહ્યા હતા. આમ આખી ઘટના સામે આવતા લોકોના પણ હૃદય કંપ ઉઠ્યા હતા. આવી ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. ક્યારેક ડ્રાઇવરની બેદરકારી તો ક્યારેક લોકોને બેદરકારી સામે આવતી હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!