સિમેન્ટ થી ભરેલો ટ્રક કાબુ બહાર થતા ટોલ-પ્લાઝા પર ભયાનક રીતે પલ્ટી માર્યો..આખી ઘટના કેમેરા મેં કેદ…જુઓ વિડીયો.
રોજબરોજ અકસ્માત થવાના કેસો સામે આવતા રહે છે. રસ્તા પર ક્યારેક ક્યારેક એવા એવા ભયંકર અકસ્માત થતા હોય કે જોવા વાળા ની તો આંખો જ ફાટી જાય. ક્યારેક અકસ્માત માં ઘણા લોકો મોત ને પણ ભેટતા હોય છે. એવી જ એક ઘટના ઉત્તરાખંડ રાજ્ય ના દહેરાદુન માંથી સામે આવી છે. એક સિમેન્ટ ભરેલો ટ્રક ફૂલ સ્પીડ માં આવી રહ્યો હતો તે ટોલનાકા પર ભયંકર રીતે અથડાયો અને પલ્ટી મારી ગયો હતો.
આ ઘટના જયારે બની ત્યારે ટ્રક ભયંકર રીતે પલ્ટી મારી ગયો ટ્રક ની આગળ એક કાર પણ જય રહી હતી તે ટ્રક ની નીચે આવતા આવતા રહી ગઈ હતી. કાર ચાલકે ટ્રક પલ્ટી મારતા ની સાથે જ કાર ને ભગાડી મૂકી હતી. જો કાર ચાલકે થોડું પણ મોડું કર્યું હોત તો ઘણા લોકો અકસ્માત નો ભોગ બની ગયા હોત. આ વિડીયો સોશિયલ મીડિયા પર જોરશોર થી વાયરલ થઇ રહ્યો છે…જુઓ વિડીયો.
#WATCH | Uttarakhand: An accident took place at Lachhiwala toll plaza in Doiwala, Dehradun, when a cement-laden truck suddenly hit the toll plaza and overturned. A girl was injured and was sent to a Hospital
CCTV visuals verified by police pic.twitter.com/S7pZO8wtut
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 23, 2022
ટ્રક ડ્રાયવરે ટ્રક પર કાબુ ગુમાવતા આ ઘટના બની હતી. ટ્રક પલ્ટી મારી ગયા પછી ટ્રક ની બારી માંથી ટ્રક ડ્રાયવર બહાર નીકળી ગયો હતો. આ આખી ઘટના ટોલનાકા પર લાગેલા સીસીટીવી કેમેરા માં કેદ થવા પામી હતી. આ ભયંકર ઘટના બનતા ત્યાં ભારે ટ્રાફિક જામ થયું હતું. લોકો માં અફરાતફરી નો માહોલ જોવા મળ્યો હતો. વિડીયો માં જોઈ શકાય છે કે લોકો આમતેમ ભાગી રહ્યા હતા.
આ ઘટના શનિવાર 23-જુલાઈ ના રોજ બપોર ના સમયે બની હતી. આ ઘટના ની જાણ પોલીસ ને થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી. સદનસીબે કોઈ જાનહાની થવા ની પ્રાથમિક તપાસ મળી ન હતી. આવી ઘટના બનતા લોકો હચમચી જતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!