ઉત્તરાખંડ- નાળા પર થી વહેતા ધસમસતા પાણી ની વચ્ચે થી સ્કૂલ બસ નાળા માં ખાબકી…જુઓ વિડીયો.
આ દિવસો માં આખા ભારત માં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. એવામાં આખા ભારત ના ઘણા વિસ્તારો માં વરસાદ થી પૂર ની ભયંકર સ્થિતિ નું નિર્માણ થયું છે. ઘણા વિસ્તારો એવા છે કે, જ્યાં વરસાદ ના પાણી ઘરો ની અંદર ઘુસી ગયા છે. લોકો વરસાદી માહોલ ની મજા લેવા નદી, ડેમ અથવા તો મોટા મોટા ધોધ માં ઉમટી પડતા હોય છે. એવામાં ઘણા વિસ્તારો માંથી ઘણા ભયંકર વિડીયો સામે આવી રહ્યા છે.
હાલ એક વિડીયો ઉત્તરાખંડ થી સામે આવ્યો છે. જેમાં એક સ્કૂલ બસ વરસાદ ના કારણે નાળા માં ખાબકી હતી. વધુ વિગતે જાણવા મળ્યું કે, ચંપાવત માં મંગળવારે એક સ્કૂલ બસ જયારે બાળકો ને લેવા જતી હતી ત્યારે કિરોડા નાળા ને ક્રોસ કરતી વખતે આ ઘટના બની હતી. જેમાં નાળા ની ઉપર થી ધસમસતું પાણી વહી રહેલું હતું. એવામાં સ્કૂલ બસ ના ડ્રાયવરે નાળુ ક્રોસ કરવા જતા આ ઘટના બની હતી.
આ ઘટના બનતા સાથે જ ત્યાંના સ્થાનિક લોકો ની મદદ થી બસ ચાલક અને અન્ય હેલ્પર ને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. બસ માં કોઈ સ્કૂલ ના વિદ્યાર્થીઓ ન હોવાના લીધે મોટી દુર્ઘટના ટળી હતી. માત્ર બસ ડ્રાયવર અને તેનો સહાયક જ હતો. બસ નાળા માં ખાબક્યા બાદ જે.સી.બી ની મદદ થી બસ ને બહાર કાઢવામાં આવી હતી. બસ ક્યારે નાળા માં પલ્ટી મારી ગઈ તે લોકો ને ખ્યાલ પણ ના રહ્યો…જુઓ વિડીયો.
उत्तराखंड के चंपावत में बह गई स्कूल बस pic.twitter.com/hS8pHtBgNq
— अजीत तिवारी (@ajittiwari24) July 19, 2022
સ્થાનિક લોકો ના જણાવ્યા મુજબ તે લોકો ઘણા સમય થી નાળા ની જગ્યા એ પુલ ની માંગણી કરી રહ્યા છે. લોકો ની માંગણી છતાં ત્યાં હજુ પુલ નું નિર્માણ થવા પામ્યું નથી. આથી લોકો માં ભારે રોષ ની લાગણી જોવા મળી હતી. આવો જ એક કીસો મધ્ય પ્રદેશ થી તાજેતર માં સામે આવ્યો હતો. જેમાં એક સરકારી બસ અચાનક નર્મદા નદી માં ખાબકતા તેમાં સવાર 40-લોકો માંથી 13-લોકો નું મૃત્યુ નીપજ્યું હતું. જયારે અન્ય લોકો ની શોધખોળ પણ કરવામાં આવી રહી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!