વડોદરા- ગાયક અતુલ પુરોહિત પર કોઈ એ કર્યો પથ્થર નો ઘા. અતુલ પુરોહિતે કહ્યું કે આજે સહન કરી લો કાલે, જાણો શું બની ઘટના.
છેલ્લા બે વર્ષથી આખા ભારતમાં કોરોના કાળ ચાલતો હોવાને લીધે બે વર્ષથી નવરાત્રીના પવિત્ર તહેવારમાં ખેલૈયાઓ ગરબે રમી શક્યા ન હતા. એવામાં છેલ્લા બે વર્ષ ની આતુરતાનો અંત આ વર્ષે આવતા ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. પરંતુ વડોદરા ના યુનાઇટેડ વે ના ગરબા ગ્રાઉન્ડ ઉપર નોરતાના બીજા જ દિવસે ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો હતો.
જાણવા મળ્યું હતું કેમ યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ ઉપર પહેલા દિવસે ખેલૈયાઓને પગમાં કાંકરા વાગવાની ઘટના બની હતી. જે બાદ કેટલાકના પગમાંથી લોહી નીકળી ગયું હતું. જેના બાદ બીજા દિવસે પણ આવી જ ઘટના બની અને એમાં થયું એવું કે, જ્યારે યુનાઇટેડ ગરબા ગ્રાઉન્ડ ઉપર ગરબા ત્યારે અધ વચ્ચે અડધો કલાક ગરબા રોકવામાં આવ્યા હતા. ખેલૈયાઓ સ્ટેજ પાસે એકઠા થઈ ગયા હતા. અને પોતાને પગમાં વાગી રહેલા કાંકરા અને પથ્થર ની ફરિયાદ કરી રહ્યા હતા અને પોતાના પૈસા રિફંડ મળે તેવી માંગણી કરી રહ્યા હતા અને ખૂબ જ વિરોધ કરી રહ્યા હતા.
આ બાબતે યુનાઇટેડ વે ના ગરબા ગ્રાઉન્ડ ઉપર ખેલૈયાઓને પોતાના ગરબા ગાયને જુમાવનાર ગાયક કલાકાર એવા અતુલ પુરોહિત ને પણ કોઈએ પથ્થર મારી દીધો હતો. જે બાદ અતુલ પુરોહિતે કહ્યું હતું કે આ પહેલીવાર ઘટના બની છે કે જ્યારે મને પથ્થર કોઈએ માર્યો હોય અને કહ્યું હતું કે હું તમને ખાતરી આપું છું કે જો કાલે ગ્રાઉન્ડ સરખું નહીં હોય તો હું જ ગરબા ગાવાનો શરૂ નહીં કરું. આજના દિવસ માટે સહન કરી લો.
જે બાદ અડધા કલાકના વિરામ બાદ લોકોએ ગરબા ફરી શરૂ કર્યા હતા. આ ઘટના વચ્ચે માંજલપુર પોલીસ સ્ટેશનના પીઆઇ સ્ટેજ ઉપર દોડી આવ્યા હતા અને તેને લોકોને સલાહ આપતા કહ્યું કે જો કોઈને તકલીફ હોય તો તે ફરિયાદ લેખિતમાં નોંધાવી શકે છે. આ સાથે જ યુનાઈટેડ વેના આયોજકોએ કહ્યું હતું કે બુધવારના રોજ જે લોકોને પૈસા પાછા જોતા હોય તે માટેની લીંક પણ મૂકવામાં આવશે. આમ યુનાઈટેડ વે ના ગરબા ગ્રાઉન્ડ ઉપર આવી ઘટના બહાર આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!