સુરતી લાલાઓ ગાયક ગીતાબહેન રબારી ના ગરબા ના તાલે ઝૂમી ને થઇ ગયા મંત્રમુગ્ધ. એવા ગરબા રમ્યા કે, જુઓ વિડીયો.
છેલ્લા બે વર્ષથી આખા વિશ્વમાં કોરોના કાળ ચાલી રહ્યો હતો. એવામાં ભારતમાં પણ કોરોના કાળ ચાલી રહ્યો હતો. એવામાં છેલ્લા બે વર્ષથી નવરાત્રીના નવ દિવસ ખેલૈયાઓને ગરબે રમવા માટે મળ્યા ન હતા. એવામાં આ વર્ષે ખેલૈયાઓ ની આતુરતાનો અંત આવ્યો છે. અને આ વર્ષે નવરાત્રી નું ખૂબ જ ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવી રહ્યું છે.
આખા ગુજરાતમાં નવરાત્રીનો રંગ ખૂબ જ જામી ચૂકેલો છે. ઠેર ઠેર ગરબા લેવા લોકો સમયસર પહોંચી રહ્યા છે. અને સાથો સાથ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબા નો આનંદ માણી રહ્યા છે. એવા માં ગુજરાતના સુરત જિલ્લાના સુરતી લાલાઓ પણ નવરાત્રી નો આનંદ માણવા થી પાછા પડે એવા નથી. સુરત જિલ્લા ના વીઆઇપી રોડ પર આવેલા સી બી પટેલ ગ્રાઉન્ડ ઉપર ગુજરાતના પ્રખ્યાત ગાયક એવા ગીતાબહેન રબારી એ સુરતી લાલાઓને પોતાના ગરબા ના તાલે ઝૂમાવી દીધા હતા અને સુરતી લાલાઓ મન મૂકીને નાચ્યા હતા.
આ ખેલૈયાઓને જોઈને ગીતાબેન રબારી એ ગીતોની રમઝટમાં ખૂબ જ વધારો થયો હતો. અને ખેલૈયાઓને માન મૂકીને જુમાવી દીધા હતા. આ ખેલૈયાઓ ના અનેક એવા વિડિયો અને ફોટા સોશિયલ મીડિયા ઉપર શેર થયેલા જોવા મળે છે. સુરત જિલ્લાના સી બી પટેલ ગ્રાઉન્ડમાં ઉત્સાહ કંઈક અલગ જ જોવા મળ્યો હતો.
View this post on Instagram
ગીતાબેન રબારી ના ટહુકા થી ખેલૈયાઓ મંત્રમુગ્ધ થઈને જૂમી ઉઠ્યા હતા. આમ હજુ નવરાત્રિના બે દિવસ જ ગયા છે. અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. સુરત, અમદાવાદ, વડોદરા, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ખેલૈયાઓ ગરબા રમવાનો આનંદ લઇ રહ્યા છે અને ગરબા રમી ને મંત્રમુગ્ધ થઈ રહ્યા છે. આયોજકો એ પાર્ટી પ્લોટ માં ખૂબ જ સારું આયોજન કરેલું હોય લોકો પાર્ટી પ્લોટ માં ગરબા રમીને આનંદ માણી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!