દર્શકો ના દિલો માં રાજ કરનાર જેઠાલાલ ગડા નું વૈભવી, આલીશાન જીવન જાણી ને રહી જશે દંગ. એક એપિસોડ ની તેની ફી છે,
છેલ્લા 14 વર્ષથી ભારતમાં દર્શકો નું મનોરંજન કરી રહેલો એક માત્ર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે ભારતમાં ખૂબ જ લોકપ્રિય ટીવી સીરીયલ છે. ટીવી સીરીયલ દર્શકો નું ખૂબ જ મનોરંજન પૂરું પાડે છે. તેમાં આવતા પાત્રો અને કલાકારો દર્શકોને ખૂબ જ પસંદ છે. છેલ્લા ઘણા સમયથી સીરીયલમાં ઉતાર ચઢાવો આવેલા જોવા મળે છે.
અમુક કલાકારો ટીવી સીરીયલ છોડીને ચાલ્યા જાય છે. તો અમુક નવા કલાકારો તેનું સ્થાન લઈ રહ્યા છે. હાલ અમે તમને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ખૂબ જ પ્રસિદ્ધ પાત્ર એવા જેઠાલાલ વિશે જણાવીએ છીએ. જેઠાલાલ નું સાચું નામ તો સૌ કોઈ લોકોને ખ્યાલ જ હશે. તેનું સાચું નામ છે દિલીપ જોશી. જેઠાલાલ એટલે કે દિલીપ જોશી ખૂબ જ લક્ઝરીયસ રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે.
તેને કમાણી ની વાત કરવામાં આવે તો તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં એક એપિસોડ માટે લગભગ દોઢ લાખ રૂપિયા જેટલી ફી લે છે અને તેની કુલ સંપત્તિ 43 કરોડની આસપાસ જાણવા મળી હતી. દિલીપ જોશીની પાસે એક થી એક ચડિયાતી કારો છે. જેમાં 7-સીટર MUV (મલ્ટી-યુટિલિટી વ્હીકલ) ટોયોટા ઈનોવા કાર છે. આ કારની કિંમત લગભગ 25 લાખ રૂપિયા છે.
બ્લેક કલરની લક્ઝરી SUV કિયા સોનેટ કાર છે. જેની કિંમત 12 લાખ રૂપિયા છે. દિલીપ જોશી પાસે Audi Q7 છે. આ કારની કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે. આ 7 સીટર SUV કારની કિંમત ભારતમાં લગભગ 79 લાખથી 83 લાખની વચ્ચે છે. આમ દિલીપ જોશી એટલે કે જેઠાલાલ ખુબ જ વૈભવી રીતે પોતાનું જીવન પસાર કરી રહયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!