India

બુરખો પહેરવાની ના પાડતા ઇકબાલે તેની હિન્દૂ પત્ની ને ઉતારી દીધી મોત ને ઘાટ. જાણો ક્યા બની આ ઘટના.

Spread the love

રોજબરોજ હત્યા અને આત્મહત્યાના અનેકે કેસો સામે આવતા હોય છે. આપણા દેશમાં હિન્દુ મુસ્લિમ લોકો એકબીજા સાથે લગ્નના બંધનમાં જોડાતા હોય છે. અને લગ્ન બાદ એવી એવી સમસ્યાઓ ઊભી થતી હોય છે કે ક્યારેક એ સમસ્યા મોટું સ્વરૂપ ધારણ કરી લે છે અને હત્યા ના ગુનામાં પરિણમતી હોય છે. એવી જ એક ઘટના હાલ સામે આવે છે. જેમાં એક વિધર્મી યુવાને એક હિન્દુ મહિલા ની હત્યા કરી નાખી હતી.

આ આખી ઘટના મુંબઈ માં બની હતી. મુસ્લિમ યુવાન સાથે એક હિન્દુ યુવતી લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન બાદ મુસ્લિમ યુવક દ્વારા તેના ઉપર અમુક બાબતે દબાણ કરવામાં આવતું હતું જે હત્યામાં પરિણમ્યું હતું. વધુ વિગતે જાણીએ તો વર્ષ 2019 માં હિન્દુ યુવતી કે જેનું નામ રૂપાલી છે. આ હિન્દુ યુવતીએ 2019 માં મુસ્લિમ યુવક ઈકબાલ શેખ સાથે લગ્ન કર્યા હતા. મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા બાદ આ હિન્દુ યુવતીએ પોતાનું નામ બદલીને ઝારા રાખી દીધું હતું.

પરંતુ આ બંનેના લવ મેરેજ હતા. માટે મુસ્લિમ યુવક દ્વારા પોતાની પત્ની ઉપર બુરખો પહેરવા બાબતે ખૂબ જ દબાણ નાખવામાં આવતું હતું. પરંતુ આ તેની પત્ની એ બુરખો પહેરવાની ના પાડ્યા બાદ બંને પતિ પત્ની અલગ રહેતા હતા. ત્યારબાદ 26 સપ્ટેમ્બર ના રોજ પતિ ઈકબાલ શેખે તેની પત્ની ને મળવા બોલાવી હતી. જે બાદ રૂપાલી અને ઈકબાલ શેખ બંને રાત્રે 10:00 વાગે મળ્યા હતા.

પરંતુ આ સમયે બંને વચ્ચે પોતાના બાળકને લઈને ઉગ્ર ઝઘડો થયો હતો. જે બાદ ઈકબાલ શખે પોતાની પત્ની રૂપાલીને એક સૂનસાન ગલીમાં જઈને ચાકુ મારી દીધી હતી. જે બાદ રૂપાલીનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજી ગયું હતું. આમ આખી ઘટના સામે આવી હતી. ત્યારબાદ પોલીસે આ બાબતે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રૂપાલીના પરિવારે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી પતિ પત્ની અલગ અલગ રહેતા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *