Gujarat

ગુજરાતના ગામડાનો છોરો વિદેશી લાડી લાવ્યો! નેધરલેન્ડથી આવીને યુવકે ગામડા કર્યા ધામધૂમથી લગ્ન, જુઓ ખાસ તસવીરો

Spread the love

કહેવાય છે ને પ્રેમને કોઈપણ સીમાળા રોકી શકતા નથી. હાલમાં જ એક ખુબ જ સુંદર પ્રેમ કિસ્સો સામે આવ્યો.નેધરલેન્ડની ગેબ્રિએલા અને ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના દલૌતી ગામના હાર્દિક વર્માના લગ્ન થયા. હાર્દિક વર્માનો પરિવાર ગુજરાતના કકોલ ગામમાં ચાર દાયકાથી રહે છે. ચાલો આ અનોખા લગ્ન વિષે જાણીએ.

હાર્દિક સાત વર્ષથી નેધરલેન્ડની બ્રોકસેફ કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે.કાર્યસ્થળ પર જ કામ કરતી ગેબ્રિએલા સાથે ત્રણ વર્ષ પહેલાપ્રેમ થયો અનેઅઢી વર્ષથી લિવ-ઈન રિલેશનશિપ બાદ ગયા અઠવાડિયે, જ્યારે તે તેની ગર્લફ્રેન્ડ સાથે તેના ગામ પહોંચ્યો ત્યારે તેના પરિવારે તેનું સ્વાગત કર્યું.

આ દરમિયાન લગ્નની તમામ વિધિઓ પૂર્ણ થઈ ગઈ હતી અને મંગળવારે રાત્રે બંનેના લગ્ન થયા હતા. બીજા દિવસે, જ્યારે લગ્નના સમાચાર આસપાસના ગામોમાં પહોંચ્યા, ત્યારે લોકો તેમને અભિનંદન આપવા તેમના ઘરે પહોંચવા લાગ્યા.ખરેખર હાલમાં આ અનોખા લગ્નની ચર્ચાઓ ચારો તરફ થઇ રહી છે.

વરરાજાનો પરિવાર એટલે કે હાર્દિક વર્મા લગભગ બે દાયકા પહેલાથી ગુજરાતના ગાંધીનગરના કલોલમાં રહે છે. તેમના પિતાનું નામ રાધેલાલ વર્મા અને માતાનું નામ લીલાબેન વર્મા છે. મોટા ભાઈનું નામ નિશાંત વર્મા છે. તેની બે બહેનો પણ છે જેઓ પરિણીત છે.હાલમાં જ્યાં જુઓ ત્યાં માટે આ લગની ચર્ચાઓ થઈ રહી છે, ખાસ વાત છે કે આ લગ્ન પોલીસની સંમતિ થી થયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *