India

પશ્ચિમ બંગાળ- મમતા બેનર્જી ના એક મંત્રી ના સંબંધી ને ત્યાં ED ની રેડ..500-2000 ની નોટ ગણવા મશીન મંગાવાયા.

Spread the love

હાલમાં ભારત માં ઘણા બધા રાજ્યો માં ED રેડ પાડી રહી છે. ED ની રેડ માં કરોડો કર્રોડો ની રોકડ રકમ જપ્ત કરવામાં આવી રહી છે. ઘણા મંત્રીઓ અથવા તો મંત્રીઓ ના નજીક ના સંબંધી ના ઘરે થી કરોડો રૂપિયાની રોકડ રકમો જપ્ત કરવામાં આવી રર્હી છે. ઘણા એવા કેસો સામે આવે છે કે રોકડ ને ગણવા માટે એકસાથે ઘણા બધા નોટો ના મશીન મંગાવવા પડે છે.

પશ્ચિમ બંગાળ ના મુખ્યમંત્રી મમતા બેનર્જી ના એક મંત્રી ના એક નજીક ના સંબંધી ના ઘરે થી ED એ કરોડો ની કેશ બરામદ કરી છે. પશ્ચિમ બંગાળ ના ઉદ્યોગ મંત્રી પાર્થ ચેટર્જી ના નજીક ના ગણાતા અર્પિતા મુખર્જી ના ઘરે ED એ શુક્રવારે રેડ કરી હતી. જેમાં ED એ અર્પિતા મુખર્જી ના ઘરે થી 20-કરોડ ની રોકડ રકમ બરામદ કરી હતી. એટલી વધુ રોકડ હતી કે, તેને ગણવા મશીન મંગાવવું પડ્યું હતું.

વધુ વિગતે બહાર આવ્યું કે, આ બધી કેશ SSC સ્કૂલ સેવા આયોગ માં શિક્ષકો ની જયારે નિમણુંક કરવામાં આવી ત્યારે તેમાં કૌભાંડ કરવામાં આવ્યું હતું. માધ્યમિક શિક્ષકો ની નિમણુંક કરવામાં આવી ત્યારે કરોડો ની હેરફેર કરવામાં આવી અને કૌભાંડ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ED એ અન્ય 13-જગ્યા એ રેડ પાડી હતી. જેમાં પાર્થ ચેટર્જી, શિક્ષણ રાજ્ય મંત્રી પરેશ સી અધિકારી, એમ.એલ.એ મણિક ભટ્ટાચાર્ય ને ત્યાં રેડ પડી પરંતુ ત્યાં ED ના હાથે કઈ લાગ્યું ન હતું.

ED હાલ માં પશ્ચિમ બંગાળ પ્રાથમિક શિક્ષણ બોર્ડ માં ભરતી ના કૌભાંડ અંગે તપાસ કરી રહી છે. આ બાબતે કોલકતા હાઇકોર્ટ માં પાર્થ ચેટર્જી સામે અરજી કરતા 10-લોકો ને ગેરકાયદેસર રીતે નોકરી અપાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને અરજી કરવામાં આવી છે. જાણવા મળ્યું કે, અર્પિતા ના ઘરે ED એ રેડ પાડતા તેના ઘરે થી 20 થી પણ વધુ મોબાઈલ ફોન બરામદ કરવામાં આવ્યા હતા. જે બાબતે તપાસ થઇ રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *