India

વિધાતાના કેટલા કરુણ લેખ ! એક માતા પોતે મૌતને પામી ગઈ પરંતુ પોતાની દીકરીને જીવન આપતી ગઈ, પુરી ઘટના જાણી તમે ભાવુક જ થઇ જશો….

Spread the love

હાલમાં અકસ્માતને લઈને કિસ્સાઓ સામે આવતા હોય છે ઘણા કિસ્સાઓ એવા દર્દનાક સામે આવતા હોય છે કે તે જોઈને લોકોની રૂહ કંપી જતી હોય છે.ત્યારે હાલમાં પણ એક આવો જ હદય કંપાવી દેતો એક દર્દનાક અકસ્માત નો કિસ્સો સામે આવી રહ્યો છે જ્યાં રાજસ્થાન ના જોધપુર જીલ્લામાં રસ્તા પર એક ગર્ભવતી મહિલા નું અવસાન થઈ ગયું. તેના પતિ અને બે બાળકો ઘાયલ થઈ ગ્યાં. પરંતુ આ ઘટના માં મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો જેને સહેજ પણ ઇરજા થઈ નથી અને તે સંપૂર્ણ સ્વાસ્થ્ય છે.

માહિતીમાં જાણવામાં આવ્યા અનુસાર રાજસ્થાન ના જોધપુર જીલ્લામાં રોડ અકસ્માત માં એક ગર્ભવતી મહિલાનું મોત થઈ ગયું છે . આ ઘટનામાં મહિલાના પતિ અને બે બાળકો પણ ગંભીર રૂપથી ઘાયલ થયા છે પરંતુ અહી રાહતની વાત એ છે કે દુર્ઘટના માં મહિલાનું મોત થયા બાદ જન્મેલી તેની બાળકી એકદમ સહી સલામત છે આને એક ઉપરવાળાનો કરીશમો જ કહી શકાય કે નવજાત બાળકીને એક પણ ઇરજા થઈ નથી. વાસ્તવમાં જોધપુર માં આજે એક દુર્ઘટના માં ગર્ભવતી મહિલાને ભારી ભરખમ ટેન્કર એ કચડી નાખી હતી.

જેના લીધે મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. આ દુર્ઘટનામાં મહિલાનું શરીર એકદમ વિકૃત થઈ ગયું હતું એએમ છતાં મહિલાએ જાતે જ રસ્તા પર પોતાની પ્રસૂતિ કરી હતી અને એક બાળકીને જન્મ  આપ્યો હતો. નવજાત બાળકીને તત્કાળ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં બાળકી સંપૂર્ણ તંદુરસ્ત છે એમ જાણવા મળ્યું છે. સુરસાગર વિસ્તારમાં થયેલ આ ઘટના વિષે પોલીસ એ જણાવ્યુ કે સુરસાગર ચૌપડ નજીક જૈસલમેર નેશનલા હાઇવે પર બાઇક પર કૈલાશ નામનો વ્યક્તિ પોતાની પત્ની નિશા ને 10 વર્ષની બાળકી અને 6 વર્ષના દીકરા સાથે સબંધીના ઘરે જય રહ્યા હતા

આ દરમિયાન જ પાસે થી પસાર થઈ રહેલ ટેન્કર એ બાઇકને ટક્કર મારી દીધી હતી જેના લીશે બાઇક પર સવાર બધા લોકો રસ્તા પર પડી ગયા  હતા અને તેમના પરથી ટેન્કર પર ચાલી ગયું. આ ઘટના બન્યા બાદ જયારે ટેન્કર ઊભું રહ્યું તો ત્યારે મહિલાનું મોત થઈ ગયું હતું. ત્યાં જ તેના પતિ અને બન્ને બાળકો ગંભીર રીતે ઇરજા પામ્યા હતા. પતિ અને બાળકોને મોડી રાત્રે મોટા હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા છે. ત્યાં જ રસ્તા પર મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો છે જે સંપૂર્ણ સ્વાસ્થ્ય છે. આ ચમત્કારને જોઈને દરેક લોકો હેરાન છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *