વધુ એક સ્વામી નુ વિવાદીત નિવેદન ! હનુમાનજી વિશે બોલી ગયા એવુ કે સનાતન નો ગુસ્સો આસમાને પહોંચી ગયો….
દરેક લોકો જાણે જ છે કે બોટાદ જિલ્લા માં સાળંગપુર માં કષ્ટભંજનદેવ હનુમાનજીનું બહુ જ મોટું અને વિશાળ મંદિર આવેલ છે જ્યાં સાળંગપુર ખાતે હનુમાનજીની 54 ફૂટ ઊંચાઈ વાળી પ્રતિમા સ્થાપિત થયેલ છે તેની નીચે પ્રકાર ના ચિત્રો અંકિત કરવામાં આવ્યા છે જેમાં એક ચિત્ર મા દાદાને સહાજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કારની મુદ્રામાં ઊભા હોય એવી પણ પ્રતિમા જોવા મળી આવી છે અને બીજી એક અન્ય પ્રતિમા માં હનુમાન જી જમીન પર હાથ જોડીને બેઠા હોય અને સહજાનંદ સ્વામી આસન પર બેઠા હોય એવું દર્શાવવામાં આવ્યું છે અને આ તસ્વીરો જોયા બાદ હાલમાં એક વિવાદ થયો છે.
જે હવે વધારે આગળ વધતો જણાઈ રહ્યો છે. હનુમાનજી મહારાજ સહજાનંદ સ્વામી સામે નમન કરતાં દર્શાવવામાં આવ્યા છે એ બાબતને લઈને જે વિવાદ શરૂ થયો છે એ હવે જોરમાં જોવા મલી આવ્યો છે જેને લઈને અનેક લોકો પોતપોતાના વિચારો વ્યક્ત કરતાં હોય છે ત્યારે હાલમા વડતાલના સ્વામિનારાયણ સંસ્થાના અગ્રણી એવા સંત નૌતમ સ્વામીએ પણ આ વિવાદને લઈને ખંભાત ના એક કાર્યક્રમ માં પોતાનું એક નિવેદન આપ્યું હતું નિવેદન આપતા વડતાલના સ્વામી જીએ કહ્યું હતું કે સ્વામીનારાયણ સંપ્રદાય નો ક્યારેય કોઈ ભગવાન ના અવતારનો અપમાન કરવાનો ઇરાદો હોતો નથી કે ક્યારેય હશે પણ નહીં.
સંપ્રદાય ના દરેક મંદિરોમાં હનુમાનજી દાદા અને ગણપતિ દાદાની પણ પુજા થાય છે. સ્વામિનારાયણ ભગવાન પણ એક ભગવાન જ છે જેમને કળિયુગમાં અધર્મ નો નાશ કર્યો છે. આથી સત્સંગીઓએ આ વાતને લઈને સહેજ પણ મોરલાઇજ થવાની જરૂર નથી. જો કોઈ પણ ને વ્યક્તિગત નાના મોટા પ્રશ્નો હોય તો તેઓ ફોર્મમાં જઈને વાતચીત કરી શકે છે જ્યાં તેમણે પણ યોગ્ય જવાબ મળશે. સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક મંદિરો આજે આપણ હજુમાનજી મહારાજ અને વિઘ્નહર્તા ગણપતિ દાદાની પૂજા કરવામાં આવે છે. સ્વામીએ આગળ વધુમાં જણાવ્યુ હતું કે આપના દરેક સત્સંગીઓએ આ બાબતને લઈને નિશ્ચિત રહેવું.
સ્વામિનારાયણ ભગવાન છે અને તેમના કુળદેવ હનુમાનજી મહારાજ છે.હનુમાનજી મહારાજે પણ ઘણીવાર સ્વામિનારાયણ ભગવાન ની સેવામાં હાજરે આપી છે. અને સ્વામિનારાયણ સંપ્રદાય નો આખો ઇતિહાસ આનાથી ભરેલો જોવા મલે છે. હનુમાનજી મહારાજની મુર્તિ એ આપણાં દરેક નું ગૌરવ છે આથી દરેક સંપ્રદાય એ સાથે મળીને હિન્દુ ધર્મના સનાતન ધર્મને મજબૂત કરવાની જરૂર છે આથી આપણે અંદરોઅંદર જગડા કે વિવાદ કરવાના બદલે એકજુથ થઈને સામનો કરવાની જરૂર છે.હાલમાં તો આ વિવાદ ને લઈને વડતાલના સ્વામિનારાયણ મંદિરના મહંત નૌતમ સ્વામી ના આ નિવેદન બાદ હવે સંતો મહંતો ની શું પ્રતિકિયા જોવા મળશે એની ઉપર દરેક લોકોની નજર જોવા મલી આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!