અત્યારે બૉલીવુડ માથી બહુ જ દુખદ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં બોલિવુડના ના દિગ્ગજ ગીતકાર દેવ કોહલી નું આજરોજ શનિવારે અવસાન થઈ ગયું છે. 82 વર્ષની ઉમરમાં દેવ કોહલીએ પોતાના છેલ્લા સ્વાસ લઈને આ દુનિયાને અલવિદા કહ્યું છે. તેમણે પોતાના કરિયર દરમિયાન મેને પ્યાર કિયા, બાજીગર, જુડવા 2, મુસાફિર, શુટ આઉટ એટ લોખંડવાળા, ટેક્સી નંબર 911 જેવી 100 કરતાં પણ વધારે ફિલ્મોને હિટ ગીત આપ્યા હતા.
અને સંગીતની દુનિયામાં એક નામ ઊંચું નામ મેળવાયુ હતું, દેવ કોહલી એ અનુ મલિક, રામ લક્ષ્મણ, આનંદ રાજ , આનંદ મિલિંદ અને અન્ય સંગીત નિર્દેશકો ની સાથે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું, દેવ કોહલી લાંબા સમયથી ઉમર સબંધિત બીમારી થી જજૂમી રહ્યા હતા. દેવ કોહલી ના અવસાન ની પુષ્ટિ કરતાં તેમના મેનેજર પ્રિતમ શર્માએ જણાવ્યુ કે કોહલી છેલ્લા થોડા મહિનાઓથી કોકિલાબેન ધીરુભાઈ અંબાણી ના હોસ્પીટલમાં દાખલ હતા.
જેના પછી શનિવાર ની સવારે તેમનું અવસાન થઈ ગયું. તેમના અવસાન થી સમગ્ર બૉલીવુડ માં શોક ની લહેર દોડી ગઈ છે. સંગીતકાર દેવ કોહલી એ પોતાના કરિયરમાં 100 કરતાં પણ વધારે ફિલ્મો ની માટે સુપરહિટ ગીતો લખ્યા હતા. તેમણે સલમાન ખાન ની બ્લોક્બસ્ટર ફિલ્મ ‘ મેને પ્યાર કિયા ‘ નું ‘ આજા શામ હોને આઈ ‘ જેવુ શાનદાર ગીત લખ્યું હતું.
આના સિવાય તેમણે લાલ પથ્થર, હમ આપકે હે કોન, બાજીગર, જુડવા 2, મુસાફિર, ઇશક, શુટ આઉટ એટ લોખંડવાલા, ટેક્સી નંબર 911 જેવી ફિલ્મોને માટે ગીત લખ્યા. તમને જાણકારી માટે જણાવી દઈએ કે દેવ કોહલી ના અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ શરીર ને તેમના મુંબઈ ના લોખંડવાલા ના ઘર પર બપોરે 2 વાગે રાખવામા આવશે. ત્યાં જ તેમના અંતિમ સંસ્કાર આજે મુંબઈ ના ઓશિવરા સમશાન ગૃહમાં કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!