કોણ છે કપિલ પંડિત? કેટલો મોટો ગેંગસ્ટર છે કપિલ પંડિત? કે જેણે ‘સલમાન ખાન’ પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું. જાણો વિગતે.
થોડા સમય પહેલા પંજાબના પ્રખ્યાત ગાયક સિંધુ મુસેવાલા ની હત્યા કરી નાખવામાં આવી હતી. જે બાદ સિંધુ મુસેવાલા હત્યામાં લોરેન્સ ગેંગના સભ્યોનું નામ બહાર આવ્યું હતું. સિંધુ મુસેવાલા હત્યા બાદ બોલીવુડના પ્રખ્યાત અભિનેતા સલમાન ખાનને પણ ધમકી ભર્યો લેટર સલમાન ખાનના પિતા ને મળ્યો હતો. જે બાદ સલમાન ખાનની સુરક્ષા બમણી કરી દેવામાં આવી હતી. સલમાન ખાનની હત્યા કરવા બાબતે કાવતરા ઘડનાર લોરેન્સ ગેંગના એક કપિલ પંડિત નામનું નામ સામે આવ્યું છે.
કોણ છે આ કપિલ પંડિત કે જેને સલમાન ખાનને ત્રણ મહિનામાં બે વાર મારવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે તેના ઇરાદામાં કામયાબ થયો ન હતો. જાણવા મળ્યું કે કપિલ પંડિત પંજાબના ચુરુ જિલ્લાના રાજગઢમાં રહેતો હતો. આ કપિલ પંડિત 23 વર્ષનો છે. અને તેનું નામ ખૂબ ફેમસ થઈ ચૂકેલ છે. એક સમયે રાજગઢ ના રાજેન્દ્ર ગઢવાલ મર્ડર કેસમાં કપિલ પંડિત અને તેના ભાઈ અનિલ સાથે ચુરુ જિલ્લાની જેલમાં બંધ હતો.
જ્યારે તેની માતાનું કોરોનાકાળ દરમિયાન મૃત્યુ થયું હતું. ત્યારે બંને ભાઈઓ પેરોલ ઉપર આવ્યા હતા. જે બાદ અનિલ જેલમાં જતો રહ્યો હતો. જ્યારે કપિલ નાસી છૂટી હતો. ત્યારબાદ સિંધુ મુસેવાલા ની હત્યા સામે આવી અને હવે સલમાન ખાનને મારી નાખવાની ધમકીઓ સામે આવી રહી છે. એવામાં કપિલ પંડિત નું નામ એમાં બહાર આવેલું જોવા મળે છે.
કપિલ પંડિત અને તેનો ભાઈ અનિલ બંને ભાઈઓ છે. બંનેની પત્ની પણ એકબીજાની બહેનો છે. અને તેની પત્ની પિયરમાં રહે છે. પત્નીઓ કહે છે કે છેલ્લા દોઢ વર્ષથી તેઓએ તેમને જોયા નથી. કપીલ પંડીત ની વાત કરવામાં આવે તો તેના પિતા વિમલ શર્મા મૂળ રાજગઢ પાસેના બેવર ગામના રહેવાસી છે.
કપિલ પંડિત ના પિતા હાલમાં દિલ્હીમાં દુકાન ચલાવે છે. તે તેની પત્ની અને બંને પુત્રો સાથે રેલવેની લોકો કોલોનીમાં રહેતા હતા. આમ સલમાન ખાનને મળી રહેલી ધમકીઓમાં કપિલ પંડિત ના નામ નો ખુલાસો સામે આવ્યો છે. જેમાં જાણવા મળ્યું કે સલમાન ખાનના મુંબઈમાં આવેલા પનવેલ ફાર્મ હાઉસમાં આવતા જતા સમયે સલમાન ખાન ઉપર હુમલાનો પ્રયત્ન કરવામાં આવવાનો હતો. પરંતુ તે નિષ્ફળ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!