હત્યા ના 44-દિવસ બાદ પત્ની નું કંકાલ મળ્યું ! પતિ એ જ પત્ની ની હત્યા કરી દાટી દીધી હતી. કારણ હતું કે…
ગુજરાત માં રોજબરોજ હત્યા થવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. લોકો પ્રેમ પ્રકરણ માં ખુબ જ હત્યા કરી બેસતા હોય છે. એવો જ એક કેસ વિંછીયા માંથી સામે આવ્યો છે. જેમાં એક પતિ એ તેની જ પત્ની ની હત્યા કરી નાખી હતી. કારણ બહાર આવ્યું તો લોકો હચમચી ગયા હતા. પતિ એ પોતે જ પત્ની ની હત્યા કરી અને પત્ની ની લાશ ને દાટી દઈ ને જાતે પોલીસ માં પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
વધુ વિગતે જાણવા મળ્યું કે, વિંછીયા ના દલડી ગામ માં રહેતા પરિણીતા રંજનબહેન રાજેશભાઈ ઓળકીયા નો મૃતદેહ 44-દિવસ બાદ ચોટીલા ના ઢોકળવામાંથી મળી આવ્યો હતો. જાણવા મળ્યું કે, રંજનબહેન ને એઇડ્સ ની બીમારી હતી. તેના પતિ પત્ની ની બહેન ના પ્રેમ માં હતા. પતિ પોતાની સાળી ના પ્રેમ માં પડી ગયો હતો.
પરંતુ તેની પત્ની તેમાં નડતરરૂપ સાબિત થતી હતી. આથી પતિ એ પ્લેન બનાવ્યો. જેમાં પતિ રાજેશ ની સાળી ની ઇન્દુ ની સગાઈ હોય તેના આગળ દિવસે પતિ-પત્ની છાસિયા ગામ જવા નીકળ્યા હતા. જ્યાં પતિ ના પ્લેન મુજબ બંને વીડી રસ્તા નું સ્થળ આવતા ત્યાં વિસામો કરવા બેઠ્યાં હતા. અને ત્યાં પત્ની ના ગળે પતિ એ મોબાઈલ ના ચાર્જર નો વાયર લઇ ને ટૂંપો દઈ ને હત્યા કરી નાખી. અને લાશ ને ત્યાં જ દાટી દીધી.
ત્યારબાદ પોતે જ ફરિયાદ કરી કે, તેની પત્ની ગુમ થઇ ગઈ છે. આ બાબતે રંજનબહેન ની માતા જણાવે છે કે, તે લોકો એ વિછિયા પોલીસ માં ફરિયાદ કરી હતી. પરંતુ પોલીસ કામ માં ઢીલ રાખતી હતી. આથી તે લોકો નઈ છૂટકે ધરણા પર બેઠ્યાં હતા. ત્યારબાદ પોલીસે ચક્રો ગતિમાન કરતા. રંજનબહેન ના પતિ રાજેશભાઈ ની શંકા ના આધારે પુછપરછ કરતા તે અંતે પડીભાંગી ને ગુનો કબૂલ કર્યો હતો.
જેમાં વિંછીયા પોલોસ ના પીએસઆઇ વાય.એસ.ચુડાસમા, દેવેન્દ્રભાઈ અને જગદીશભાઈ ની ટિમ સાથે આરોપી રાજેશ લાશ ને દાટી તે સ્થળે લઇ ગયો હતો. ત્યાં લાશ ને જોતા લાશ ના માત્ર કંકાલ જ હતા. આથી લાશ ને તાત્કાલિક ફોરેન્સિક માં મોકલવામાં આવી હતી. પતિ સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!