નાની બહેન બની પરણીત મોટી બહેન ની હત્યારી ! કારણ જાણતા ચોકી ઉઠશે…કારણ એવું કે…
ભારત માંથી રોજબરોજ હત્યા કરવાના કિસ્સાઓ સામે આવતા જ રહે છે. લોકો પ્રેમ પ્રકરણ માં કાંતો ઘરે થી ભાગી જતા હોય છે. અથવા તો પોતાના રસ્તા માં આવતા લોકો ને રસ્તા માંથી જ હટાવી નાખે છે. એવો જ એક કેસ હત્યા નો સામે આવ્યો છે. એક ઘર ની બહેનો પૈકી મોટી બહેન ના લગ્ન થઈ ચુક્યા હતા. મોટી બહેન ના દિયર ના પ્રેમ માં નાની બહેન હતી.
વધુ વિગતે જાણવા મળ્યું કે, બિહાર ના બેગુસરાય માં આ ઘટના બની હતી. આ ઘટના ના લગભગ 24-દિવસ બાદ પોલીસ ને આ ગુના માં સફળતા મળી હતી. વધુ વિગતે જાણવી તો, તનિષ્ક ના શો રૂમ માં સેલ્સ ગર્લ નું કામ કરતી નેહા ની હત્યા તેની જ બહેન અને દિયરે કરી નાખી હતી. નેહા જયારે કામે થી પાછી ફરી રહી હતી. ત્યારે નેહા ની હત્યા ગોળીઓ મારીને કરવામાં આવી હતી.
નેહા ના લગ્ન 2011 માં ઇશાંક નામના યુવાન સાથે થયા હતા. ઇશાંક ઘર જમાઈ બનીને રહેતો હતો. નેહા ને એક દીકરો છે. પરંતુ પાંચ વર્ષ પહેલા ઝગડા ના કારણે બંને અલગ અલગ રહેવા લાગ્યા. જાણવા મળ્યું કે, નેહા ને બે બહેનો અને એક ભાઈ છે. જેમાં નેહા ની બહેન કોમલ સાથે અફેર હતું. નેહા ના દિયર નું નામ કુંદન છે. જેની સાથે નેહા ની બીજી બહેન કોમલ નું અફેર હતું. એવામાં નેહા ને કુંદન અને કોમલ ના ફોટા મળ્યા.
આથી નેહા એ કુંદન ને તેની બહેન સાથે લગ્ન કરવા કહ્યું. તો બીજી તરફ નેહા ની બીજા નંબરની બહેન નિશા નહોતી ઈચ્છતી કે તેના દિયર કુંદનના લગ્ન કોમલ સાથે થાય અને તેની બહેન દેરાણી બનીને ઘરમાં આવે. કુંદન પણ કોમલ સાથે લગ્ન કરવા તૈયાર નહોતો. આથી જ કુંદન અને નિશાએ સાથે મળીને નેહાની હત્યાનો પ્લાન ઘડ્યો હતો. અને નેહા ના શો રૂમ થોડે દૂર નેહા ને ગોળીઓ મારી હત્યા કરી નાખી. નેહા ના પિતા ના હોવાથી બધી જવાબદારી નેહા માથે હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!