વરસતા વરસાદ માં ડીજે ના તાલે ઝુમતા જાનૈયાઓ ! પાણી ભરેલા ખાબોચિયા માં નાચ્યાં…જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર એક વિડીયો હાલ ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયો જોઈ ને તમે પણ ચોકી ઉઠશે. એક લગ્ન માં વરરાજા ના વરઘોડા માં વરસાદ તૂટી પડ્યો. ત્યરબાદ જાનૈયાએ એવી તરકીબ શોધી કે, જોવા વાળા જોતા જ રહી ગયા. લગ્ન માં અચાનક વરસાદ આવે તો પૈસા નું પાણી થઇ જાય. પરંતુ આ વિડીયો માં જાનૈયાઓ ની હિંમત ને શાબાશી દેવી જોઈ એ.
આ વિડીયો આપણા ભારત દેશ ના ઇન્દોર શહેર નો છે. વિડીયો માં જોઈ શકાય છે કે, વરરાજા ના વરઘોડા માં અચાનક વરસાદ શરુ થવા લાગ્યો. પરંતુ, વરઘોડા માં શામેલ લોકો હિંમત ના હાર્યા. અને ચાલુ વરસાદે ડીજે ના તાલે ઝૂમવા લાગ્યા. આગળ આગળ ડીજે ની સવારી અને પાછળ જાનૈયાઓ નો ડિસ્કો. જે લોકો ને ડિસ્કો ના કરવો હોય તે લોકો એક મોટી તલપત્રી માં ચાલે છે.
વિડીયો માં જોવા મળે છે કે, અમુક જાનૈયાઓ એક મોટી તાલપત્રી ઓઢી ને ચાલે છે. આ તાલપત્રી એટલી બધી મોટી છે કે, બધા જાનૈયાઓ તે ઓઢી ને ચાલે છે. અમુક ડિસ્કો ના શોખીન વરસતા વરસાદ માં ડીજે ના તાલે જુમે છે. એવામાં એક ભાઈ તો પાણી ભરેલા ખાબોચિયામાં ઠેકડા મારવા લાગ્યા. અને મોજે મોજ કરવા લાગ્યા. જુઓ વિડીયો.
View this post on Instagram
આ વિડીયો જોઈ ને લોકો પણ ચોકી ઉઠ્યા. લોકો ને આ વિડીયો જોઈ ને ખુબ જ મનોરંજન લઇ રહ્યા છે. આ વિડીયો હજારો લોકો જોઈ ચુક્યા છે. લોકો આ વિડીયો જોઈ ને હાસ્યાસ્પદ કોમેન્ટો આપી રહ્યા છે. આવા અનેક લોકો ડિસ્કો ના ખુબ જ શોખીન હોય છે. ગમે એ થાય પણ ડિસ્કો તો કરે જ છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.