વાહ શું કંકોત્રી છે !! કંકોત્રી ખોલતા જ થાય છે ભગવાન શ્રી રામના દર્શન અને બની જાય છે મંદિર..વર્ષો સુધી સંભાળીને રાખવાનું મન થઇ જશે…જુઓ તસ્વીર
હાલમાં લગ્નનો ગાળો છે, ત્યારે સોશિયલ મીડિયા પર લગ્ન પ્રસંગને અનુરૂપ અનેક રીલ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે, ત્યારે હાલમાં એક ખુબ જ સુંદર અને આકર્ષક કંકોત્રી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, આ કંકોત્રી જોઈને તમેં પણ બે ઘડી વિચારતા થઇ જશો કે શું ખરેખર આવી પણ કંકોત્રી હોય? આજના સમયમાં લોકો કંકોત્રી છપાવામાં હજારો અને લાખો રૂપિયા ખર્ચી નાંખે છે કારણ કે આપણે વિચારી જ શકીએ છે કે જો લગ્ન કંકોત્રી ખાસ હોય તો લગ્ન તેનાથી પણ ભવ્ય અને જાજરમાન હશે.
ચાલો અમે આપને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી કંકોત્રી વિષે જણાવીએ. આ લગ્નની કંકોત્રી ચી. ચિંતન અને ચી.પ્રિયાની છે,જે પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે. તેમના લગ્નની કંકોત્રી સુવર્ણ ટેમ્પલ થીમ પર છે. આ કંકોત્રી 2 ઈન 1 છે.
તમે વાયરલ થયેલ આ વિડીયોમાં જોઈ શકશો કે મંદિર સ્વરુપની આ કંકોત્રીમાં શ્રી લક્ષ્મી નારાયણની દિવ્ય પ્રતિમા છે અને તેમના નીચે એક બોક્સ આપેલ છે. આ બોક્સની અંદર આમંત્રણ પત્રિકાઓ છે. આ લગ્નની કંકોત્રી જોતા જ પહેલી નજરે તમને સુવર્ણ મંદિર લાગશે પરંતુ હકીકતમાં આ કંકોત્રી છે.
આ કંકોત્રી ખરેખર તમે જે પણ સગા વ્હાલાને આપશો તો તેમના માટે આપનો શુભ પ્રસંગ જીવનભર માટે કાયમી સંભારણું બની રહેશે. આ કંકોત્રી કોઈને પણ ફેંકવાનું મન નહીં થાય કારણ કે આ કાંકોત્રીને જોતા જ તમારૂ મન મોહી જશે. ખરેખર આ કંકોત્રી જોઈને દરેક વ્યક્તિએ યાદ રાખવું જોઈએ કે જો તમે પણ લગ્નની કંકોત્રી છપાવો ત્યારે એવી કંકોત્રી છપાવવી જોઈએ જે સુંદરની સાથોસાથ લોકો માટે ઉપયોગી નીવડે, જેથી કરીને તમારા સ્વજનો માટે આપનું આંમત્રણ હૈયાની સાથોસાથ ઘરમાં પણ કાયમી સંભારણા રૂપે સચાવઈને રહેશે.