અંબાણી પરિવારની સાદગીના થશો તમે દીવાના પ.પૂ.મોરારિબાપુના લીધા આશીર્વાદ…જુઓ વાઇરલ વિડીયો
અંબાણી પરિવાર ભારતના સૌથી ધનિક પરિવારોમાંનો એક હોવા છતાં, તેઓ તેમની સાદગી અને સરળ જીવન માટે જાણીતા છે. તાજેતરમાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં જ્યારે તેમણે મોરારી બાપુની મુલાકાત કરી, ત્યારે ખુબ જ યાદગાર પળો જોવા મળી. આ તસવીરો જોઈને તમને પણ સમજાય જશે કે, અંબાણી પરિવાર પૂજ્ય મોરારી બાપુ પ્રત્યે કેટલી આસ્થા ધરાવે છે.
મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી મોરારી બાપુના પરમ ભક્ત છે. આ અતૂટ ભક્તિ હાલમાં સૌ કોઈને જોવા મળી છે, તસવીરો તમે પણ જોઈ શકશો કે, અંબાણી પરિવારના તમામ સદસ્યોએ પરમ પૂજ્ય મોરારી બાપુની મુલાકાત કરીને અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
તસવીરોમાં તમે જોઈ શકશો કે, મુકેશ અંબાણીએ મોરારી બાપુ સમક્ષ માથું નમાવી તેમના આશીર્વાદ લીધા હતા.નીતા અંબાણી પર મોરારી બાપુના આશીર્વાદ લઈને તેમના સાથે વાર્તા લાપ કરેલ તેમજ મુકેશ અંબાણીના બન્ને પુત્રો અને પુત્રવધૂઓનો પરિચય મોરારી બાપુ પાસે કરાવેલ. ખરેખર આ દ્રશ્ય જોઈને સૌ કોઈ અંબાણી પરિવારના વખાણ કરી રહ્યા છે.
અંબાણી પરિવારની સાદગી અને તેમના સંસ્કારોનું આ પ્રતીક છે, આપણે સૌ કોઈ જાણીએ છે કે અંબાણી પરિવારનું મૂળ વતન સૌરાષ્ટ્રનું ચોરવાડ ગામ છે અને તેમનો પરિવાર અતિ ધાર્મિક છે, ખાસ કરીને દર વર્ષે દ્વારકા અને સોમનાથ દર્શનાર્થે પણ અચૂક પધારે છે. આજે ભલે તેઓ દેશના ધનિક વ્યક્તિ છે પરંતુ તેમનું જીવન તેઓ ખુબ જ સાદગી રીતે જીવે છે.
View this post on Instagram