ભાવનગર ના રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ની સાથે જોડાયેલ ચિતા નો ઇતિહાસ જાણી ને થશે ગર્વ. જાણો વિગતે.
હાલમાં ભારત દેશના મધ્યપ્રદેશ રાજ્યમાં નરેન્દ્ર મોદીના જન્મદિવસના દિવસે વિદેશમાંથી અમુક ચિતાઓને લાવવામાં આવેલા છે. ભારતમાં ઘટતી જતી ચીતાઓ ની સંખ્યાને ધ્યાનમાં રાખીને ચિત્તાઓને ફરી ભારતમાં લાવવામાં આવેલા છે. આ બાબતે લોકો પોતપોતાની રીતે વિચારો રજૂ કરી રહ્યા છે. એમાં ખાસ કરીને આપણા ગુજરાત રાજ્યના ભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી નો ચિતા પ્રત્યેનો પ્રેમ ખૂબ જ જાણીતો છે.
હાલમાં ચિત્તાઓ સોશિયલ મીડિયા અને સમાચારોમાં ખાસ ચર્ચાનો વિષય છે. એવા માં ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજી ના ચિતા પ્રેમના કિસ્સાઓ પણ હાલ સોશિયલ મીડિયામાં વાંચી શકાય છે. ભાવનગરનું રજવાડું મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભારત દેશને આઝાદી બાદ સૌથી પહેલા સમર્પિત કર્યું હતું. આ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની ખુમારીની ચર્ચા તો આજે પણ દેશમાં લોકોના મોઢે ચર્ચાનો વિષય બની રહે છે.
એવામાં જાણવા મળ્યું કે, મહારાજા ભાવસિંહજી અને કૃષ્ણકુમારસિંહજી ને ચિતા પાળવાનો ખૂબ જ શોખ હતો. આ ઇતિહાસની વાત કરવામાં આવે તો ભાવનગરના રાજવી એવા ભાવસિંહજી અને કૃષ્ણકુમારસિંહજીને ચિતા પાળવા નો ખૂબ શોખ હતો. તેઓ ભાવનગરના પક્ષી પ્રેમીઓના મોઢે પણ સાંભળવા મળ્યું છે. ઇતિહાસ ને ફરી ઉજાગર કરતા જાણવા મળ્યું હતું કે ભાવનગરના રાજવીઓ ચિત્તા પાળવાનો શોખ ધરાવતા હતા. જ્યારે તેમના શાસનમાં કોઈ ભ્રષ્ટ કર્મચારીઓ ની તપાસ કરવામાં આવતી ત્યારે પણ તેમાં ચિત્તાનો ઉપયોગ કરવામાં આવતો હતો.
જાણવા મળ્યું કે રાજવી બળદગાડામાં ચિત્તાઓને બેસાડીને તેને કાળિયાર અભયારણ્યમાં શિકાર માટે કાળિયારની પાછળ દોડાવતા હતા. અને શિકારની તાલીમ આપતા હતા. એટલૂ જ નહીં આ બાબતથી ગાંધીજી પણ કૃષ્ણકુમારસિંહજના ચિતા પ્રેમથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ની અનેક એવી ગાથાઓ ઇતિહાસકારોના મોઢે સાંભળવા મળે છે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ભારત દેશને પોતાનો રજવાડું પ્રથમ ભેટમાં આપીને ખૂબ જ ખુમારી ભર્યું કામ કર્યું હતું. અને પોતાની પ્રજા વત્સલ જનતા માટે ખૂબ જ સેવા ભાવનું કામ કરેલું છે. આમ આજે મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો નો ચિતા પ્રેમ ખૂબ જ ચર્ચા નો વિષય બની રહ્યો છે. હાલ જાણવા મળ્યું કે મધ્યપ્રદેશ બાદ રાજસ્થાન અને ગુજરાતમાં પણ ચિતા લાવવા માટે સરકાર કામ કરી રહી છે. આમ હવે ભારતમાં પણ ચિતાઓનું આગમન થવા જઈ રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!