દિલ ધડક ઘટના! યુક્રેનને સાથ આપવા ફ્રાન્સમા આ બે યુવકે જેકર્યું જોઈને હેરાન રહી જાસો ઊચી બિલ્ડીંગ પરથી…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં વિશ્વ માં ઘણો તણાવ નો માહોલ છે કારણ કે રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ઘણા સમયથી ખતરનાક યુદ્ધ ચાલી રહ્યું છે અને દિવસે ને દિવસે આ યુદ્ધ વધુ વિકરાળ બની રહ્યું છે. જેની માઠી અસર સૌથી વધુ યુક્રેનની જનતા ને સહન કરવી પડી રહી છે. આપણે સૌ જાણીએ છિએ યુદ્ધના કારણે યુક્રેન માં પાયાની સગવડો ખોરાક અને પાણી ની પણ સમસ્યા થઈ રહી છે.
યુદ્ધ ના ડર અને બર્બાદિ ના દ્રશ્ય ઘણા ભયાવહ છે. લોકો ને પોતાના ઘર અને પોતાની માતૃભૂમિ છોડી ને ભાગવું પડી રહ્યું છે. તેવામાં યુદ્ધ નું મુખ્ય કારણ એવા અમેરિકા અને નાટો દેશો રશિયા ના ડર ને કારણે યુદ્ધમા યુક્રેન્નિ સીધી મદદ કરતા નથી. પરંતુ સૈન્ય સાધનો અને રશિયા પર વિવિધ આર્થિક પ્રતિબંધ લગાવી પડદા પાછળ થી યુક્રેન્ને મદદ કરી રહ્યા છે.
જો કે હવે આ યુદ્ધ વિરુધ્ધ સામાન્ય લોકો પણ રસ્તા પર આવી ગયાં છે. અને યુદ્ધ રોકવા માટે અપીલ કરી રહ્યા છે આપણે સૌ જાણીએ છિએ કે વિશ્વના અલગ અલગ દેશો માં યુદ્ધ વિરુધ્ધ રેલિઓ કાઢવામા આવી રહી છે અને પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. લોકો યુક્રેનની સેના અને યુક્રેન્નિ જનતા ના યુદ્ધમાં વખાણ કરી રહ્યા છે. આપણે સૌ જાણીએ છિએ કે આ યુદ્ધમાં જ્યાં એક તરફ રશિયા ની વિશાળ સેના છે તો બીજી તરફ યુક્રેનની નાની સેના છે.
તેવામાં હવે યુક્રેનના સામાન્ય લોકો પણ યુદ્ધમાં જોડાઈ ગયા છે. તેવામાં હાલમાં સોશ્યલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં બે યુવકે અનોખી રીતે યુક્રેન ને સમર્થન આપ્યું. આ બંને લોકો યુક્રેન્ના ઝંડા જેવા રંગના કપડાં પહેરી ની સાથે યુક્રેનનો ઝંડો લઈને ફ્રાન્સ ની સૌથી ઉચિ આશરે 210 મીટર ઉચાઇ વાળી એક બિલ્ડીંગ પર કોઈ પણ દોરી કે મદદ વિના ચડે છે અને આશરે 52 મિનિટ ની ચડાઈ પછી બિલ્ડીંગ ની છત સુધી પહોચે છે.
અને યુક્રેનનો ઝંડો ફરકાવે છે જોકે આ બાબત ને લઈને ફ્રાન્સ સરકાર તેમના પર 1 વર્ષની સજા કે 15000 યુરો એટલે કે આશરે 13 લાખ રૂપિયા દંડ કરી શકે છે. જોકે આ બંને લોકોએ યુક્રેન્ના લોકોની હિંમત વધારવા આ પગલું ભર્યું. જો વાત આ બંને યુવકો અંગે કરીએ તો પૈકી એક નું નામ લેન્ટોડે છે જેણે વર્ષ 2021 માં માઉન્ટપાન્રસ ટાવર પર બે વખત ચડાઈ કરી હતી જ્યારે અન્ય યુવક નું નામ અર્બન છે જેને સપ્ટેમ્બર માં આઇફિલ ટાવર ચડ્યો હતો. જો કે આ વિડીયો જોઈને હાલમાં સૌ કોઈ હેરાન છે.