યુવતીએ આત્મહત્યા માટે ચારવાર પ્રયાસ કર્યો શરીરના અમુક ભાગ કાપ્યા આખરે કરુણ મૃત્યુ! કારણ જાણીને..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં આત્મ હત્યા ના બનાવો માં વધારો થઈ રહ્યો છે અને આવી આત્મ હત્યા નું પ્રમાણ યુવાનો માં વધુ જોવા મળે છે. યુવાનો જાણે સમજ શક્તિ અને સહન શક્તિ ખોઈ બેઠ્યાં હોઈ તેમ નાની નાની વાતમાં આત્મ હત્યા જેવા ગંભીર બનાવો સામે આવે છે. જે બાબદ ઘણી જ ચિંતા સમાન છે.
હાલમાં આવોજ એક દુઃખદ બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક 20 વર્ષીય યુવતી એ આત્મ હત્યા કરી અને તે માટે ચાર વખત પ્રયાસ કર્યો. ઘટના અંગે જાણતા લોકો ચોકી ગયા જો વાત આ ઘટના અંગે કરીએ તો આ દુઃખદ બનાવ ઇન્દોર ના બાણગંગા વિસ્તાર નો છે. અહીં રહેતી 20 વર્ષીય અને કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી રજની નિલોરે આત્મ હત્યા કરી છે.
આત્મ હત્યા કરતા પહેલા રજની એ સુસાઇડ નોટ પણ લખી જેમાં જણાવ્યું કે ” સાંભળ્યું હતું કે માત્ર ફિલ્મો માંજ ગેમ ચાલે છે પરંતુ આજે અસલીયત માં પણ જોઈ લીધી. પરિવાર ને હેરાન ના કરતા. મરજીથી આત્મ હત્યા કરું છું. ”
આત્મ હત્યા કરવા માટે રજની પહેલા હાથ ની ત્યાર બાદ ગળાની નસ કાપી જે બાદ તેણે એસિડ પીને પણ આત્મ હત્યા કરવાંની કોશિશ કરી પરંતુ નિષ્ફળતા મળતા આખરે ઘરના બીજા માળેથી પડતું મુક્યું. જણાવી દઈએ કે રજની ના પિતા સિક્યોરિટી ગાર્ડ છે ઉપરાંત હજી 6 મહિના પહેલા જ તેની સગાઈ મહેશ્વર ના યુવક સાથે થઈ હતી.
આ દિવસે પિતા નાઈટ ડ્યૂટી કરી ઘરે આવ્યા બાદ રજની એ તેમને ભોજન કરાવી તેમની સાથે વાત કરી પિતા સુઈ ગયા બાદ રજની પહેલા મળે પોતાની નાની બહેન સાથે અભ્યાસ કરવા ગઈ જે બાદ થોડા સમય બાદ તેણે આત્મ હત્યા કરી યુવાન યુવતિ ના નિધનથી પરિવાર માં શોક નો માહોલ છે.